Mon Oct 12 2026

Logo

સમુદ્રમાં દુશ્મનોની સબમરીનનો કાળ બનશે સ્વદેશી વોરશિપ 'માંગરોળ', ભારતીય નેવીના કાફલામાં થયું સામેલ...

2026-10-12 15:24:59
Author: Mumbai Samachar Team
સમુદ્રમાં દુશ્મનોની સબમરીનનો કાળ બનશે સ્વદેશી વોરશિપ 'માંગરોળ', ભારતીય નેવીના કાફલામાં થયું સામેલ...

X / IANS


મુંબઇઃ ભારતીય નેવીએ સોમવારે મુંબઇમાં પોતાના ત્રીજા એન્ટિ-સબમરીન વોરફોર શેલો વોટર ક્રાફટ 'માંગરોળ'ને પોતાના કાફલામાં સામેલ (કમીશન) કરી લીધુ છે. કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા નિર્મિત આ સ્વદેશી વોરશિપ છિછરા અને દરિયાકાંઠાના પાણીમાં સબમરીનની શોધ કરી તેને તબાહ કરવામા સક્ષમ છે. 

80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીથી નિર્મિત આ યુદ્ધ જહાજના સામેલ થવાથી નેવીના બંદરો અને દરિયાકિનારાના વિસ્તારોની સુરક્ષા કરવા અને મોટા મોટા અભિયાનોમાં મદદ કરવાની ક્ષમતા વધશે

દરિયાઇ સુરક્ષા બદલતા પરિદ્રશ્ય અને પાણીની નીચે વધતા જોખમો વચ્ચે, 'માંગરોળ'નુ કાફલામાં સામેલ થવું ભારતીય નેવીની એન્ટી-સબમરીન વોરફેર ક્ષમતાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન છે, ખાસ કરીને છીછરા અને દરિયાકાઠાંના વિસ્તારોમાં

મુંબઇમાં આયોજિત આ કમિશનિંગ સમારોરહની અધ્યક્ષતા વેસ્ટર્ન નેવલ કમાંડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, વાઇસ એડમિરલ સંજય વત્સાયને કરી

કેમ રાખવામાં આવ્યું માંગરોળ નામ?

હકીકતમાં, આ વોરશિપરનું નામ જૂનાગઢ જિલ્લાના મુખ્ય દરિયાઇ તેમજ મત્સ્ય પોર્ટ શહેર 'માંગરોળ'ના નામે રાખવામાં આવ્યું છે. આ જહાજ પુરોગામી INS માંગરોળ (M85)ના વારસાને આગળ વધારે છે. પુરોગામી INS માંગરોળ એક માઇનસ્વીપર જહાજ હતું, જેણે એપ્રિલ 2004 સુધી નેવીને પોતાની સેવાઓ આપી હતી.

વોરશિપનું આ નામકરણ ભારતીય નેવીના પોતાની જુની નેવીના જહાજોના ઐતિહાસિક વારસાને જાળવા રાખવાની પરંપરાને ચાલુ રાખે છે. 

વોરશિપ 'માંગરોળ'ની મુખ્ય વિશેષતાઓ અને ક્ષમતાઓ

ભારતીય નેવીની નવી એન્ટિ-સબમરીન વોરશિપ 'માંગરોળ' દરિયાકિનારા અને છીછરા પાણીમાં દુશ્મની સબમરીનો અને પાણીની નીચેના જોખમોની શોધ કરવા અને તેમને ચોક્કસ નિશાન બનાવીને તબાહ કરવા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી છે.

આ વોરશિપ અભય હલ-માઉન્ટેડ સોનાર, હળવા ટોરપીડો, સ્વદેશી એન્ટિ-સબમરીન રોકેટ લોન્ચર અને મારીચ એડવાન્સ્ડ ટોરપીડો ડિકોય સિસ્ટમ જેવી અત્યાધુનિક ટેકનિકથી સજ્જ છે. ત્રણ પાવરફુલ ડીઝલ એન્જિનોથી સંચાલિત આ વોરશિપ છીછરા પાણીમાં પણ ફુલ સ્પીડ અને ઉત્કૃષ્ટ ગતિશીલતા સાથે કામ કરવામાં સક્ષમ છે.

દુશ્મનની સબમરીનોને નષ્ટ કરવા ઉપરાંત, 'માંગરોળ' પાણીની અંદર સતત નજર રાખવા, ઓછી તીવ્રતાવાળા દરિયાઇ અભિયાનો અને માઇન વોરફેર સાથે જોડાયેલા કાર્યોને કરવામાં પણ સક્ષમ છે.