Sat Apr 18 2026

Logo

જાડેજાએ બનાવ્યો મોટો રેકોર્ડ,બન્યો માત્ર બીજો ભારતીય ખેલાડી

2026-04-11 11:55:00
Author: MayurKumar Patel
Article Image

 

નવી દિલ્હીઃ આઈપીએલ 2026માં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાનનો 6 વિકેટથી વિજય થયો હતો. આ મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ખાસ સિદ્ધિ મેળવી હતી. તે ખાસ ઉપલબ્ધિ મેળવનારો માત્ર બીજો ભારતીય ખેલાડી બન્યો હતો.

T20 ક્રિકેટમાં જાડેજાનો રેકોર્ડ

જાડેજાએ આ મેચમાં 25 બોલમાં 24 રન બનાવ્યા હતા. છતાં તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે ટી20 ક્રિકેટમાં 4000 રન પૂરા કર્યા હતા. આ સાથે તે ટી20 ક્રિકેટમાં 4000 રન અને 200 વિકેટ લેનારો બીજો ભારતીય ખેલાડી બન્યો હતો.

જાડેજા પહેલા આ કારનામું હાર્દિક પંડ્યા કરી ચુક્યો છે. જાડેજા ઓવરઓલ આ સિદ્ધિ મેળવનારો વિશ્વનો 25મો ખેલાડી બન્યો છે. જાડેજાએ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 2 ઓવરમાં 14 રન આપીને રોમારિયો શેફર્ડની વિકેટ ઝડપી હતી.

આરસીબીને મળેલા 202 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી. જયસ્વાલ 13 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલે વિસ્ફોટક બેટિંગ કરી હતી. વૈભવ સૂર્યવંશીએ 300ના સ્ટ્રાઈક રેટથી 26 બોલમાં 78 રનની ઈનિંગ રમી હતી. તે 8 ચોગ્ગા અને 7 છગ્ગા માર્યા હતા. 

 

આ પહેલા આરસીબીએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 201 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 40 બોલમાં 63 રનની ઈનિંગ રમી હતી. કોહલી 16 બોલમાં 32 રન બનાવી આઉટ થયો હતો. વેંકટેશે 15 બોલમાં અણનમ 29 રન બનાવ્યા હતા.