Thu Sep 03 2026

Logo

24 કલાક બાદ ગ્રહોના રાજા સૂર્ય કરશે નક્ષત્ર પરિવર્તન, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી...

2026-04-13 18:15:49
Author: Darshana Visaria
24 કલાક બાદ ગ્રહોના રાજા સૂર્ય કરશે નક્ષત્ર પરિવર્તન, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી...

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચરનો એક ચોક્કસ સમયગાળા વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. ગ્રહોના રાજા સૂર્યદેવ દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે, જેની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળે છે. પરંતુ 24 કલાક બાદ એટલે કે આવતીકાલે ગ્રહોના રાજા સૂર્યદેવ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે. સૂર્યનું નક્ષત્ર પરિવર્તન જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. 

મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે 14મી એપ્રિલના રોજ સવારે 9.38 કલાકે ગ્રહોના રાજા સૂર્ય દેવ રેવતી નક્ષત્ર છોડીને અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ પરિવર્તનથી મેષ, સિંહ, ધન અને કુંભ રાશિના જાતકોને અણધાર્યા લાભ થશે, ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.

મેષ: 
મેષ રાશિના જાતકો માટે આ ગોચર તમારા માટે રાજયોગ સમાન સાબિત થશે. આર્થિક સ્થિતિમાં ધરખમ સુધારો જોવા મળશે અને અચાનક ધન પ્રાપ્તિના યોગ બનશે. જો તમારા પર કોઈ જૂનું દેવું હોય તો તેનાથી મુક્તિ મળશે અને લાંબા ગાળાના રોકાણ માટે આ ઉત્તમ સમય છે.

સિંહ: 
સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો લાભદાયી રહેવાનો છે. તમારી આવકમાં વધારો થવાના પ્રબળ સંકેતો છે. વેપારમાં નવી સફળતા મળશે અને કોઈ નજીકની વ્યક્તિ તરફથી આર્થિક સહયોગ મળી શકે છે. નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ પર મોટી જવાબદારી અથવા સફળતા મળી શકે છે.

ધન: 
ધન રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર લાંબા સમયથી અટકી પડેલાં કામો પૂર્ણ થવાની શરૂઆત થશે અને ઓફિસમાં તમારી પ્રતિષ્ઠા વધશે. કોઈ મોટી બિઝનેસ ડીલ ફાઈનલ થવાથી મોટો આર્થિક લાભ થઈ શકે છે. જેઓ વિદેશ જવા ઈચ્છે છે તેમના માટે શુભ યોગ બની રહ્યો છે.

કુંભ: 
કુંભ રાશિના જાતકો માટે ગ્રહોના રાજા સૂર્યનું આ ગોચર વરદાનથી જરાય ઓછું નથી. પૈતૃક સંપત્તિના વિવાદો ઉકેલાશે અને ત્યાંથી લાભ થશે. મનની લાંબા સમયની કોઈ ઈચ્છા પૂર્ણ થશે અને જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો આ યોગ્ય સમય છે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જળવાઈ રહેશે.