બોલીવૂડમાં છેલ્લાં કેટલાક સમયથી અનેક સ્ટાર કિડ્સે ડેબ્યૂ કર્યું છે અને આ સ્ટાર કિડ્સમાંથી એક એટલે બોલીવૂડની અખિયોં સે ગોલી મારે ગર્લ રવિના ટંડનની લાડકવાયી રાશા થડાની. બોલીવૂડ બાદ રાશા હવે સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે. પોતાની ગ્લેમરસ અદાઓ અને અભિનયથી ચર્ચામાં રહેલી રાશા હવે તેલુગુ ફિલ્મ 'શ્રીનિવાસા મંગાપુરમ' દ્વારા દક્ષિણ ભારતીય પ્રેક્ષકોના દિલ જીતવા તૈયાર છે. ચાલો જાણીએ આખી સ્ટોરી વિસ્તારથી...
હાલમાં રાશા થડાણીના બર્થડે પર ફિલ્મ નિર્માતાઓએ 'શ્રીનિવાસા મંગાપુરમ'નો એક બિહાઈન્ડ ધ સીન્સ (BTS) વીડિયો રિલીઝ કર્યો હતો. આ વીડિયોમાં રાશાના લુકની ઝલક જોવા મળી હતી. આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા રાશાએ જણાવ્યું હતું કે હું સાઉથ ઈન્ડિયન ફિલ્મોની ભવ્યતા અને ત્યાંના સુપરસ્ટાર્સ જેમ કે પ્રભાસ, જુનિયર એનટીઆર અને મહેશ બાબુની મોટી પ્રશંસક છું.
રાશા થડાની એક લવ સ્ટોરી 'શ્રીનિવાસા મંગાપુરમ'થી સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મમાં રાશા થડાણી સાથે મહેશ બાબુના ભત્રીજા જયા કૃષ્ણા ઘટ્ટમનેની પણ જોવા મળશે. જ્યારે આ ફિલ્મનું નિર્દેશન 'RX 100' ફેમ અજય ભૂપતિ કરી રહ્યા છે. 21 વર્ષની રાશાએ રશ્મિકા મંદાના અને શ્રીલીલા જેવી અભિનેત્રીઓને પોતાની પ્રેરણા ગણાવી છે.
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ ઉપરાંત, રાશા બોલીવૂડની ફિલ્મ 'લાઈકા લાઈકી' માટે પણ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં તેની સાથે 'ધ નાઈટ મેનેજર' ફેમ અભય વર્મા લીડ રોલમાં છે. આ ફિલ્મના સંવાદો 'એનિમલ'ના ડાયલોગ રાઈટર સૌરભ ગુપ્તાએ લખ્યા છે, જે દર્શકોને ચોંકાવી દેશે તેવો રાશાનો દાવો છે.
રાશા થડાણીએ અન્ય બોલીવૂડ એક્ટ્રેસ અને સ્ટાર કિડ્સની જેમ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. રાશા અવારનવાર મમ્મી રવીના ટંડન સાથે દેશના વિવિધ શિવમંદિરો અને પાર્ટીમાં સાથે સ્પોટ થતી રહે છે. ફેન્સ તેની એક ઝલક જોવા માટે ખૂબ જ આતુર હોય છે.