Wed Sep 16 2026

Logo

બાદશાહને બિશ્નોઈ ગૅંગની ધમકી, ડાયરેક્ટ માથા પર ગોળી મારીશું

2026-03-14 19:36:46
Author: Mumbai Samachar Team
બાદશાહને બિશ્નોઈ ગૅંગની ધમકી, ડાયરેક્ટ માથા પર ગોળી મારીશું

મુંબઈઃ બોલિવૂડના જાણીતા રેપર અને ગાયક બાદશાહની મુશ્કેલીઓમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ગીતના શબ્દોને લઈને વિવાદમાં આવ્યા બાદ હવે લૉરેન્સ બિશ્નોઈ ગૅંગે એમને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. હરિયાણના પાણીપતમાં થયેલા એક ફાયરિંગની જવાબદારી લેતા બિશ્નોઈ ગૅંગ આ વાત કહી છે. આ સાથે ગૅંગે એક નોટિસ પણ જાહેર કરી છે. 

બાદશાહની ધમકી આપતા શું કહ્યું?

બાદશાહને ધમકી આપતા કહ્યું હતું કે, સિંગર બાદશાહ, તે હરિયાણાની સંસ્કૃતિને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. વર્ષ 2024માં મેં તને તારા ક્લબમાં એક નાનકડું ટ્રેલર બતાવ્યું હતું.હવે પછી ડાયરેક્ટ તારા માથા પર ગોળી વાગશે. આ સિવાય પોસ્ટમાં લૉરેન્સ બિશ્નોઈ ગ્રૂપને સલામ લખી ગૅંગસ્ટરના નામ લખ્યા હતા. બાદશાહ હરિયાણવી ગીત ટટીરીને લઈને મુશ્કેલીમાં ફસાયા હતા.

હરિયાણાના મહિલા આયોગે આ મામલે કડક કાર્યવાહી કરવા પગલાં લીધા હતા. આયોગે પોલીસને આદેશ આપ્યો હતો કે, જો બાદશાહ તપાસમાં કોઈ સહયોગ નથી કરતો તો એમની ધરપકડ કરવામાં આવે, કાયદાકીય પગલાં કડકપણે લેવામાં આવે. મહિલા આયોગના અધ્યક્ષ રેણી ભાટિયાએ કહ્યું કે, જરૂર પડે તો બાદશાહનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવે,જેથી તે દેશ છોડીને ભાગી ન શકે.

શું છે જાહેર કરેલી નોટિસમાં?

બિશ્નોઈ ગૅંગે બાદશાહને લઈને જાહેર કરેલી નોટિસમાં લખ્યું હતું કે, જય મહાકાલ, જય શ્રીરામ, રામ-રામ ભાઈઓ. આજે અસંધ રોડ, પાણીપતમાં વેસ્ટર્ન યુનિયન સાથે જોડાયેલા ગૈરી અને શૈકીની ઓફિસ પર જે ફાયરિંગ થયું છે એની જવાબદારી હું રંદીપ મલિક અને અનિલ પંડિત લઈ રહ્યા છીએ. આ લોકો હવાલા મારફતે દેશનો પૈસો વિદેશમાં મોકલીને દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન કરી રહ્યા છે.

અમે આ પહેલા પણ એક ચેતવણી આપી હતી છતાં તેઓ કોઈ રીતે સમજ્યા નથી. આ ઘટના માત્ર એક ટ્રેલર છે.પિક્ચર અભી બાકી હૈ. જો લોકો હવાલાનું કામ કરતા હશે તેઓ સમય રહેતા સુધરી જજો. અન્યથા એમનું પરિણામ ખરાબ આવશે.