Mon Aug 17 2026

Logo

રણબીર કપૂરની 'રામાયણ' 6 નવેમ્બરના રોજ રિલીઝ નહીં થાય, મેકર્સે કર્યો મહત્ત્વનો ખુલાસો

2026-08-07 21:49:58
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ રણબીર કપૂરની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'રામાયણ'તા. 6 નવેમ્બરે ભારતમાં રિલીઝ થશે નહીં.મેકર્સે ફિલ્મની રિલીઝડેટમાં ફેરફાર કર્યા છે. આ અંગે એક નવી અપડેટ પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ આ માહિતી શૅર કરી છે.સોની પિક્ચર્સે તાજેતરમાં રણબીર કપૂરની આગામી ફિલ્મ 'રામાયણ' ની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. આ ફિલ્મ 6 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે. જોકે, 'રામાયણ' ના ઓફિશિયલ પેજ કે નિર્માતા નમિત મલ્હોત્રા તરફથી રિલીઝ તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફક્ત એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે ફિલ્મ દિવાળીની આસપાસ રિલીઝ થશે. આનાથી ચાહકો થોડા મૂંઝવણમાં મુકાયા હતા. જોકે, નમિત મલ્હોત્રાના એક નિવેદને પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે અને મૂંઝવણ દૂર કરી છે.

વિદેશમાં પણ રિલીઝ થશે ફિલ્મ

ફિલ્મ નિર્માતા નમિત મલ્હોત્રાએ કહ્યું કે,આ ફિલ્મ દિવાળી પર ભારતમાં રિલીઝ થઈ રહી છે. અંગ્રેજી ભાષાના ટ્રેલરમાં તા.6 નવેમ્બરનો ઉલ્લેખ હોવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે અને શું ભારતની રિલીઝ તારીખ બદલાઈ ગઈ છે? આ સવાલના જવાબમાં નમિત મલ્હોત્રાએ બે અલગ અલગ તારીખોનું કારણ સમજાવ્યું. તેમણે કહ્યું,અમે આ ફિલ્મને તા.6 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રિલીઝ કરી રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય ડિસ્ટ્રીબ્યુટર્સ શુક્રવારની રિલીઝ પેટર્નને અનુસરે છે, તેથી જ તે 6 નવેમ્બરે વિદેશમાં રિલીઝ થઈ રહી છે. જોકે, ભારતમાં, અમે દિવાળી પર રિલીઝ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.સોની પિક્ચર્સે તાજેતરમાં રણબીર કપૂરની આગામી ફિલ્મ 'રામાયણ' ની રિલીઝ તારીખની જાહેરાત કરી છે.

સ્ક્રિન કેટલી મળશે?

નમિત મલ્હોત્રાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે 'રામાયણ' ભારતમાં તા.8 નવેમ્બરે રિલીઝ થશે, જ્યારે તેની વિદેશમાં રિલીઝ તા.6 નવેમ્બરે થવાની છે. સોની પિક્ચર્સ ફિલ્મનું વિદેશમાં પણ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. તેથી જ સ્ટુડિયોએ આંતરરાષ્ટ્રીય રિલીઝ તારીખની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, કરણ જોહરની કંપની, ધર્મા પ્રોડક્શન્સ, ભારતમાં 'રામાયણ'નું ડિસ્ટ્રીબ્યુશન સંભાળી રહી છે. આ ફિલ્મમાં સાઈ પલ્લવી, સની દેઓલ, રકુલ પ્રીત સિંહ અને રવિ દુબે જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મને લઈને કેટલીક તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રિલીઝ થવાને લઈને હાલ સ્ક્રિન અંગે ખાસ કોઈ રિપોર્ટ જાહેર કરાયા નથી. પણ ભારતમાં ફિલ્મને વધુને વધુ સ્ક્રિન મળે એ પ્રકારની મેકર્સની યોજના છે.