Mon Sep 14 2026

Logo

રામમંદિર દાન ચોરી કેસમાં ચંપત રાયના બચાવમાં આવ્યું વીએચપી

2026-07-06 20:05:10
Author: Chandrakant Kanoja
રામમંદિર દાન ચોરી કેસમાં ચંપત રાયના બચાવમાં આવ્યું વીએચપી

Champat Rai


નવી દિલ્હી: અયોધ્યાના રામમંદિર દાન ચોરી કેસમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પર કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. જેની બાદ હવે વિશ્વ હિંદુ પરિષદ ચંપત રાયના બચાવમાં આવી છે. તેમજ કહ્યું છે કે માત્ર આરોપ લગાવવાથી કોઇ દોષ પુરવાર નથી થતાં. 

 સંતોના વિવેક પર અમને સંપૂર્ણ વિશ્વાસ 

આ અંગે વીએચપીના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે અમને ટ્રસ્ટના નિર્ણય પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમજ ટ્રસ્ટ સાથે સંકળાયેલા સંતોના વિવેક પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. 

રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ તરીકે બજરંગ બાગડાને જવાબદારી

આ દરમિયાન રામ મંદિર ટ્રસ્ટ દ્વારા  ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમજ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ તરીકે બજરંગ બાગડાને જવાબદારી સોંપવામાં આવી છે. 

તપાસ એજન્સીને તેનું કામ કરવા દેવું જોઈએ

સુરેન્દ્ર જૈને ચંપત રાય અને અનિલ મિશ્રાનો બચાવ કરતા  જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ ફક્ત તેના પર આરોપો લગાવવાથી દોષિત નથી બનતી. તેમણે લોકોને વિનંતી કરી કે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી કોઈને પણ ગુનેગાર  ના સમજો. તેમણે ઉમેર્યું કે તપાસ એજન્સીને તેનું કામ કરવા દેવું જોઈએ અને તપાસના પરિણામની રાહ જોવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક વ્યક્તિઓએ તપાસ પૂર્ણ થાય તે પહેલાં જ ચંપત રાયને દોષિત જાહેર કરવાનો પ્રયાસ કર્યો છે.