Wed Sep 09 2026

Logo

રામ મંદિર દાન ચોરી કેસની તપાસ નિર્ણાયક તબક્કામાં, ટીનુ  અને મનીષ યાદવની ફરી પૂછપરછ

2026-07-16 18:52:27
Author: Chandrakant Kanoja
રામ મંદિર દાન ચોરી કેસની તપાસ નિર્ણાયક તબક્કામાં, ટીનુ  અને મનીષ યાદવની ફરી પૂછપરછ

અયોધ્યા: રામ મંદિર  દાન ચોરી કેસની  તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. જેમાં બે  આરોપીઓના કસ્ટડી રિમાન્ડ પૂર્ણ થયા બાદ  પોલીસે મુખ્ય આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટીનુ યાદવ  અને તેના ભત્રીજા મનીષ યાદવ પાસેથી સમગ્ર નેટવર્ક અને ચોરાયેલા ભંડોળના રોકાણ અંગેની વિગતો મેળવવાના પ્રયાસો તેજ કર્યા છે. તેમજ  પૂછપરછ બાદ બંનેને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.

તપાસ અધિકારી  અને તેમની ટીમ જિલ્લા જેલમાં પહોંચ્યા હતા

આ સમગ્ર કેસની વિગતો મુજબ બુધવારે મોડી રાત્રે સુભાષ શ્રીવાસ્તવ અને રામાશંકર મિશ્રાને પોલીસ કસ્ટડી રિમાન્ડ પૂર્ણ થયા બાદ જિલ્લા જેલમાં પાછા મોકલવામાં આવ્યા હતા. બીજા દિવસે સવારે  લગભગ 8:30 વાગ્યે તપાસ અધિકારી  આશુતોષ તિવારી અને તેમની ટીમ જિલ્લા જેલમાં પહોંચ્યા હતા. 

ટીનુ યાદવ  અને મનીષ યાદવની  દોઢ કલાક સુધી પૂછપરછ

જ્યાં  ટીનુ યાદવ  અને મનીષ યાદવની લગભગ દોઢ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ મંદિરના દાનમાંથી  ચોરાયેલા નાણાં, તેના રોકાણ અને તે ભંડોળનો ઉપયોગ કરીને મેળવેલી સંપત્તિ પર કેન્દ્રિત હતી.

સંડોવણી અંગે નવી કડીઓ મળી 

સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે બંને આરોપીઓની વિવિધ પાસાઓ અને મહેસૂલ વિભાગ પાસેથી મેળવેલા જમીન સંબંધિત રેકોર્ડ પર પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન ટીનુ સાથે જોડાયેલી કેટલીક જમીન માલિકીની માહિતી પ્રકાશમાં આવી હતી અને હાલમાં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસને ચોરાયેલા નાણાંના રોકાણ અને અન્ય વ્યક્તિઓની સંભવિત સંડોવણી અંગે નવી કડીઓ મળી છે.