Sun Oct 04 2026

Logo

ચેક બાઉન્સ કેસઃ રાજપાલ યાદવ પાંચ કરોડ જમા નહીં કરે તો જેલમાં જશે....

2026-09-08 21:31:50
Author: Mumbai Samachar Team
ચેક બાઉન્સ કેસઃ રાજપાલ યાદવ પાંચ કરોડ જમા નહીં કરે તો જેલમાં જશે....

મુંબઈ: બોલીવુડના અભિનેતા રાજપાલ યાદવે કોમેડી દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એક્ટર કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યો છે. બોલીવુડના જાણીતા કોમેડી અભિનેતા રાજપાલ યાદવ સામે ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે સખત શરત મૂકી છે.
હાઇ કોર્ટ દ્વારા મળેલી ત્રણ મહિનાની સજા અને સાડા સાત કરોડ રૂપિયા પરત કરવાના આદેશ વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટએ સુનાવણી વખતે મોટી શરત મૂકી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો રાજપાલ યાદવ કાલ સુધીમાં કોર્ટની રજિસ્ટ્રીમાં 5 કરોડ રૂપિયા જમા કરાવો નહીં તો જેલ જવું પડશે. 

સુપ્રીમ કોર્ટે સમય આપ્યો 

આ મામલે સુનવણી કરતા સુપ્રીમ કોર્ટે એક્ટર રાજપાલ યાદવની સામે રાહત મેળવવાની એક કડક શરત મૂકી છે. અદાલતના નિર્દેશ અનુસાર જો તે કાલે એટલે કે નવમી સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રીમાં 5 કરોડ રૂપિયા જમા કરાવી દે છે તો તેમની અટકાયત થશે નહીં. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવની અરજી પર બીજા પક્ષને નોટિસ આપી તેમનું મંતવ્ય માગ્યું છે. હવે આ સમગ્ર મામલે આવનારી સુનાવણી 15 સપ્ટેમ્બરે નક્કી થઈ છે. 

દિલ્હી હાઇ કોર્ટે સંભળાવી સજા 

અગાઉ દિલ્લી હાઇ કોર્ટે આ ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને ઝટકો આપ્યો હતો. હાઇ કોર્ટે તેમને ફરિયાદકર્તાને અંદાજે 7.5 કરોડ રૂપિયા પરત આપવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, દંડ નહીં ભરી શકવાની સ્થિતિમાં કોર્ટે અભિનેતાને ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી હતી. જોકે, નિર્ણય બાદ હાઇ કોર્ટે તેને ઉપરી અદાલતનો દરવાજો ખખડાવવા માટે બે મહિનાની મુદ્દત આપી હતી. 

ફરીથી જેલ જશે રાજપાલ યાદવ? 

હાઇ કોર્ટ દ્વારા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે આપવામાં આવેલી બે મહિનાની સમયમર્યાદા દસમી સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહી હતી. જો આ તારીખ પહેલા એક્ટરને સુપ્રીમ કોર્ટથી કોઈ રાહત નહીં મળે તો તેમને ત્રણ મહિનાની સજા ભોગવવા માટે જેલ જવું પડ્યું હોત. જોકે તેના માટે તેને 10 તારીખ સુધીમાં 5 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે.