Fri Sep 04 2026

Logo

ગજબ છે! રાજસ્થાન પોલીસે ઇલેક્ટ્રિક કારને ફટકાર્યો PUCનો દંડ, જાણો શું છે મામલો

2026-04-10 15:37:36
Author: Savan Zalariya
ગજબ છે! રાજસ્થાન પોલીસે ઇલેક્ટ્રિક કારને ફટકાર્યો PUCનો દંડ, જાણો શું છે મામલો

નાગૌર: અશ્મિજન્ય ઇંધણથી ચાલતા વાહનોથી ફેલાતા પ્રદુષણને ઓછું કરવા માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. એવામાં રાજસ્થાન પોલીસે એક ઇલેક્ટ્રિક વાહન માલિકને પોલ્યુશન અંડર કંટ્રોલ(PUC) સર્ટિફિકેટ ન હોવા બદલ ચલણ પાઠવતા ચર્ચાનો મહોલ જામ્યો છે. 

રાજસ્થાન પોલીસના એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI)નો કેદ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વિડીયો ફૂટેજમાં PUC  અને ટાટા ટિયાગો EV કારના માલિક સાથે ઉગ્ર બોલાચાલ કરતા જોવા મળે છે. ગુસ્સે ભરાયેલા ASIએ ગુમ PUC સર્ટિફિકેટ ન હોવા બદલ 1,500 રૂપિયાનો દંડ ફટકારી દીધો, પણ એ ધ્યાનમાં ન રાખ્યું કે કાર EV છે, જેમાં પેટ્રોલ, ડિઝલ કે CNG ગેસની જરૂર નથી.

અહેવાલ મુજબ આ ઘટના રાજસ્થાનના નાગૌરની છે. ટાટા ટિયાગો EV કાર પર બ્લેક વિન્ડશિલ્ડ શેડ્સ જોઈને પોલીસ અધિકારીએ કાર રોકી હતી. આ બાબતે કાર માલિક અને ASI વચ્ચે બોલચાલ થઇ હતી, ASIએ કાર માલિકને બ્લેક વિન્ડશિલ્ડ માટે 200 રૂપિયાનો દંડ ફટકાર્યો. સાથે સાથે અધિકારીએ PUC સર્ટીફીકેટ ન હોવા બદલ EV માલિકને દંડ ફટકાર્યો હતો.

EV માલિકે ASI સમક્ષ દલીલ કરી કે ઇલેક્ટ્રિક વાહનોને PUC સર્ટીફીકેટની જરૂર નથી. 

એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા ASIએ જણાવ્યું કે કારના માલિક સાથે દલીલ કરવા દરમિયાન, ભૂલથી તેમણે PUC ઉલ્લંઘનનું ચલન પાઠવી દીધું હતું. પોલીસ વિભાગે જણાવ્યું કે આ બાબતની તપાસ ચાલી રહી છે અને સિસ્ટમમાં આ ચલણ રદ કરવામાં આવશે.

ઇલેક્ટ્રિક વાહનો (EVs)ને સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (CMVR) 1989 હેઠળ બેટરી પાવર્ડ વિહિકલ હેઠળ મુકવામાં આવે છે, આવા વાહનોને PUC સર્ટીફીકેટની જરૂર નથી.