Thu Sep 17 2026

Logo

રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, જાણો વિગતે

2026-08-13 17:33:32
Author: Chandrakant Kanoja
રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, જાણો વિગતે

Chat GPT Generated Image


નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આવકથી વધારે સંપત્તિના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.આ કેસમાં કોર્ટે ઇડીને રાહુલ ગાંધી વિરુદ્ધના આરોપના તપાસના આદેશ આપ્યા હતા. આ અરજી પર સુપ્રીમ કોર્ટની બેન્ચ 17 ઓગસ્ટના રોજ સુનાવણી કરે તેવી શક્યતા છે. 

સીબીઆઇના જવાબથી અસંતોષ

આ સમગ્ર કેસની વિગતો મુજબ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે 20 જુલાઈના રોજ  સીબીઆઇના જવાબથી અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ એજન્સીના એક વરિષ્ઠ અધિકારીને રાહુલ ગાંધી વિરુદ્ધ સામે અપ્રમાણસર સંપત્તિના આરોપોની તપાસની પ્રગતિ અંગે વિગતવાર  નવું સોગંદનામું વ્યક્તિગત રીતે દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

કાયદા અનુસાર આગળની કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર 

આ ઉપરાંત હાઈકોર્ટે એમ પણ કહ્યું કે જો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને આરોપોની તપાસ દરમિયાન ગેરકાયદેસરતા દર્શાવતી કોઈ સામગ્રી અથવા દસ્તાવેજો મળી આવે તો તે કાયદા અનુસાર આગળની કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર રહેશે.

બે કલાક સુનાવણી બાદ  આદેશ આપવામાં આવ્યો

આ અંગે કર્ણાટકના રહેવાસી એસ. વિગ્નેશ શિશિર દ્વારા અરજી કરવામાં આવી હતી. આ ફોજદારી રિટ અરજી અંગે ન્યાયાધીશોના ચેમ્બરમાં લગભગ બે કલાક ચાલેલી સુનાવણી બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધી પર બેવડી નાગરિકતાનો આરોપ લગાવતી અરજી

ઉલ્લેખનીય છે કે, ભાજપના કાર્યકર વિગ્નેશે રાહુલ ગાંધી પર બેવડી નાગરિકતાનો આરોપ લગાવતી અરજીઓ દાખલ કરી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે સીબીઆઈ રાહુલ ગાંધીની સંપત્તિ અંગે અરજદારની ફરિયાદની તપાસની પ્રગતિ અંગે પૂરતી વિગતો આપવામાં નિષ્ફળ ગઇ છે.