Thu Sep 10 2026

Logo

રાહુલ ગાંધીનો આરોપ, કહ્યું મોદી સરકારે અમેરિકા સામે આત્મ સમર્પણ કર્યું

2026-06-04 15:53:00
Author: Chandrakant Kanoja
રાહુલ ગાંધીનો આરોપ, કહ્યું મોદી સરકારે અમેરિકા સામે આત્મ સમર્પણ કર્યું

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધી ખરાબ હવામાનના કારણે સિમકીની પહોંચી શકયા ન હતા. તેમણે દિલ્હીથી ટેલિફોનિક સભાને સંબોધિત કરી હતી. તેમણે વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે મોદી સરકારે અમેરિકા સામે આત્મ સમર્પણ કર્યું  છે. તેમજ અમેરિકા વિદેશ નીતિને નિયંત્રિત કરી રહી છે. 

સ્થાનિક નીતિઓ પર પણ આકરા પ્રહારો 

તેમણે કહ્યું કે, અમેરિકા ભારત પર દબાણ લાવી રહ્યું છે. ભારતે કયા  દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવું જોઈએ અને કયા દેશો પાસેથી ન ખરીદવું જોઈએ તે નક્કી કરી રહ્યું છે. વિદેશ નીતિની સાથે કોંગ્રેસના નેતાએ સરકારની સ્થાનિક નીતિઓ પર પણ આકરા પ્રહારો કર્યા  હતા. 

સામાન્ય જનતા અને ખેડૂતોના હિત દરકિનાર

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્રની વર્તમાન નીતિઓને કારણે  દેશની શિક્ષણ વ્યવસ્થા અને કૃષિ સેક્ટર  સંકટમાં છે. તેમજ આ નીતિઓ સામાન્ય જનતા અને ખેડૂતોના હિતને દરકિનાર કરી રહી છે. તેમજ અમુક લોકોને લાભ આપવા માટે  બનાવવામાં આવી રહી છે. 

દેશભરના નાના વ્યવસાયો બંધ થઈ ગયા

રાહુલ ગાંધીએ જીએસટીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ કર વ્યવસ્થા ખામીયુક્ત રીતે લાગુ કરવામાં આવી છે. જેના કારણે દેશભરના નાના વ્યવસાયો બંધ થઈ ગયા છે. તેમજ રોજગાર ખતમ થઇ રહ્યા છે. તેમજ સમગ્ર વ્યવસ્થા ઉદ્યોગપતિઓના હાથમાં કેન્દ્રિત થઇ છે.