નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) અને તેના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચે મતભેદો વધુને વધુ વકરતા જઈ રહ્યા છે. AAPનાં નેતાઓ રાઘવ ચઢ્ઢા પર સતત પ્રહારો કરી રહ્યા છે, રાઘવ ચઢ્ઢા પણ પોતાનો પક્ષ રજુ કરી રહ્યા છે. રાઘવ ચઢ્ઢા AAP છોડી દે એ લગભગ નક્કી જ છે, ત્યારે એવા સવાલ એ છે એકે ચઢ્ઢાનું આગામી પગલું શું હોઈ શકે છે? એવામાં તેમણે આજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમની ભાવિ રાજકીય યોજના વિષે એક મોટો ઈશારો કર્યો છે.
રાઘવ ચઢ્ઢાએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલની સ્ટોરી પર એક યુઝરની રીલ શેર કરી છે. રીલ વિડીયોમાં યુઝરે સૂચવ્યું કે રાઘવ ચઢ્ઢાએ પોતાની અલગ પાર્ટી બનાવવી જોઈએ, રાઘવ ચઢ્ઢાએ યુઝરના વિચારને "રસપ્રદ” ગણાવ્યો.
'જેન-ઝી પાર્ટી' બનાવવાનો સલાહ:
રાઘવ ચઢ્ઢાને સીધા સંબોધતા યુઝરે કહ્યું, "હાલ સૌ ઈચ્છી રહ્યા છે કે, રાઘવ ચઢ્ઢા 'જેન-ઝી પાર્ટી' અથવા અન્ય કોઈ યોગ્ય નામ વાળી પોતાની પાર્ટી બનાવે."
વિડીયોમાં યુઝર્સે એમ પણ જણાવ્યું કે જો રાઘવ બીજા કોઈ પક્ષમાં જોડાશે, તો તેમને હાલમાં જે સમર્થન મળી રહ્યું છે ગુમાવી દેશે અને તેમને નફરતનો સામનો કરવો પડી શકે છે. યુઝરે તેમને પોતાની અલગ પાર્ટી બનાવવાની સલાહ આપી, જેથી તેમને યુવાનો તરફથી સમર્થન મળી શકે.
રાઘવ ચઢ્ઢાએ આ રીલ સ્ટોરી પર શેર કરી છે, રઘાવ ચઢ્ઢા એ હજુ સુધી તેમના આગામી પગલા અંગે સત્તાવાર જાહેરાત કરી નથી, પણ આ સ્ટોરી શેર કરીને સંકેતો આપ્યા છે.
