અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ તેની સ્ટાઈલ અને ગ્રેસ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ જામનગરમાં બિઝનેસમેન અહાના રહેજા અને યશ પટેલના ભવ્ય લગ્ન યોજાયા હતા, જેમાં રાધિકા અને અનંત અંબાણીએ હાજરી આપી હતી. આ લગ્નમાં રાધિકાનો અંદાજ કોઈ અપ્સરાથી કમ નહોતો. રાધિકાનો આ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ રાધિકા મર્ચન્ટના આ લૂકમાં ખાસ...
લગ્નના મેન ઈવેન્ટમાં અંબાણી પરિવારની નાની વહુરાણી રાધિકા મર્ચન્ટ 'બ્રાઇડ્સમેડ' (દુલ્હનની સખી)ની ભૂમિકામાં જોવા મળી હતી. આ સમયે રાધિકાએ સિલ્ક ફેબ્રિકનો ડાર્ક પિંક કલરનો લહેંગો પહેર્યો હતો અને તેના પર ગોલ્ડન બ્રોકેડ એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. તેનો બ્લાઉઝ બેકલેસ ડિઝાઇન અને યુ-નેકલાઇન સાથે ટ્રેડિશનલ અને મોર્ડનનું મિશ્રણ હતું.
રાધિકાએ આ સુંદર આઉટફિટ સાથે પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે તેણે સ્ટેટમેન્ટ ચોકર નેકલેસ, મેચિંગ ઈયરિંગ્સ અને બ્રેસલેટ પહેર્યા હતા. ખુલ્લા વાળ અને સોફ્ટ ગ્લેમ મેકઅપે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું.
લગ્ન સિવાય જાનનો પણ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મીકા સિંહના લાઈવ પરફોર્મન્સ પર અનંત અને રાધિકા જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. અનંત અંબાણીના લૂકની વાત કરીએ તો અનંતે નેવી બ્લુ બ્રોકેડ એમ્બ્રોઇડરીવાળી શેરવાની પહેરી હતી અને એવિયેટર સનગ્લાસ સાથે રોયલ લૂક આપ્યો હતો. લગ્ન માટે માટે રાધિકાએ આઈવરી કલરનો કો-ઓર્ડ સેટ પસંદ કર્યો હતો, જેમાં સિલ્વર સીક્વિન વર્ક અને ડાયમંડ પેન્ડન્ટ તેની સાદગીને ક્લાસી બનાવી રહ્યા હતા.
આ લગ્નની બીજી એક ખાસ વાત વિશે વાત કરવાની થાય તો સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવા અનુસાર આ લગ્નમાં પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટ આવી હોવાની અફવા ઉડી હતી. જોકે, સત્ય એ છે કે તે ટેલર સ્વિફ્ટ નહીં પરંતુ તેની હમશકલ એશ્લે લીચિન હતી, જેણે આ લગ્નમાં પરફોર્મ કર્યું હતું.
વાત કરીએ રાધિકા મર્ચન્ટ વિશે તો તે જાણીતા બિઝનેસમેન વીરેન મર્ચન્ટની પુત્રી છે અને એક પ્રશિક્ષિત ક્લાસિકલ ડાન્સર છે. 2024માં તેના લગ્ન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી સાથે થયા હતા. હાલમાં તે પરિવારની ફાર્માસ્યુટિકલ કંપની 'એન્કોર હેલ્થકેર' માં ડિરેક્ટર તરીકે કાર્યરત છે.