અમદાવાદઃ ગુજરાતની ચૂંટણીમાં ઘણે ઠેકાણે ભાજપના ઉમેદવારો બનહરિફ ચૂંટાઈ આવ્યા છે. પાટડી નગરપાલિકાની 18 બેઠક અને દસાડા તાલુકા પંચાયતની 3 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરિફ ચૂંટાઈ આવ્યા હોવાની માહિતી મળી હતી. બુધવારે ફોર્મ ભર્યાની અંતિમ તારીખે ઘણા ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા હોવાના અહેવાલો આવતા રહે છે.
પાટડી નગરપાલિકામાં 24 બેઠકમાંથી 18 ભાજપે જીતી લેતા મતદાન પહેલા જ ભાજપની બહુમતી સાબિત થઈ ગઈ હતી. બીજી બાજુ મળતી માહિતી અનુસાર દસાડા તાલુકા પંચાયતમાં સવલાસ, કઠાડા અને ખારાઘોડા-2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા હતા. પરિણામે, આ ત્રણેય બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે.પાટડીમાં ભાજપના કાર્યકર્તા અને સમર્થકોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.