Sun Apr 19 2026

Logo

ટ્રમ્પ સરકારના સંરક્ષણ મંત્રી મુશ્કેલીમાં: કોંગ્રેસની મંજૂરી વિના યુદ્ધ શરૂ કરવાનો આરોપ

WASINTON DC   2 days ago
Author: Mumbai Samachar Team
Article Image

વોશિંગ્ટન: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ટ્રમ્પ સરકારમાં સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથ વિરુદ્ધ અમેરિકાની સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. તેમના પર આરોપ છે કે તેમણે ઈરાન વિરુદ્ધ કોંગ્રેસની મંજૂરી વિના યુદ્ધ શરૂ કર્યું અને એવા હુમલાઓની મંજૂરી આપી જેને "યુદ્ધ અપરાધો"ની શ્રેણીમાં રાખવામાં આવે છે.

આ પ્રસ્તાવ યાસામીન અંસારીના નેતૃત્વમાં ડેમોક્રેટ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે હેગસેથે તેમના પદના શપથનું ઉલ્લંઘન કર્યું છે. અમેરિકન સૈનિકોને ખતરામાં નાખ્યા છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કર્યું નથી. તેમના પર સૌથી ગંભીર આરોપ ઈરાનના મીનાબ વિસ્તારમાં એક ગર્લ્સ સ્કૂલ પર હુમલાને લઈને છે.

ટ્રમ્પ સરકારમાં અગાઉ ક્રિસ્ટી નોએમ અને પામ બોન્ડી જેવા નેતાઓ વિદાય લઈ ચૂક્યા છે.  એવું લાગે છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ યાદીમાં બીજું એક નામ ઉમેરાઈ શકે છે. ટ્રમ્પના વિશ્વાસુ સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ મહાભિયોગનો સામનો કરવાના છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીટ હેગસેથ સામે મહાભિયોગના છ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં તેના પર યુદ્ધ સંબંધિત અનેક ગુનાઓનો આરોપ છે. તેમાં સત્તાનો દુરુપયોગ, યુદ્ધ ગુનાઓ અને અન્ય ઘણા ખોટા કામોના આરોપોનો સમાવેશ થાય છે. જોકે હેગસેથ વિરુદ્ધ ટ્રમ્પે કોઈ અસંતોષ વ્યક્ત કર્યો નથી. 

ડોનાલ્ડ ટ્રમ્પે પીટ હેગસેથને હટાવવા પર કોઈ ચર્ચા કરી નથી. સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર ટ્રમ્પ હેગસેથથી ખુશ હોવાના કોઈ અહેવાલ નથી. જોકે, એવી અટકળો છે કે ટ્રમ્પ અધિકારીઓને તપાસનો સામનો કરવા માટે હટાવી શકે છે.

79 વર્ષીય ટ્રમ્પે ક્રિસ્ટી નોએમને ડીએચએસના વડાના પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો હતા કારણ કે  ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર કોરી લેવાન્ડોવસ્કી સાથે તેમના કથિત અફેરની ચર્ચા હતી.