Thu May 21 2026

Logo

દિલ્હીના 10 વર્ષની ઉંમરના આરિત કપિલે ચેસમાં અસાધારણ સિદ્ધિ મેળવી

1 month ago
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ દિલ્હીનો 10 વર્ષની ઉંમરનો આરિત કપિલ (Aarit Kapil) ચેસની રમતમાં ઇન્ટરનૅશનલ માસ્ટર (IM) નૉર્મ મેળવનાર ભારતનો સૌથી યુવાન ખેલાડી બન્યો છે. તેણે સ્પેનના મેનોર્કાની એક ટૂર્નામેન્ટના અંતિમ રાઉન્ડમાં ઑસ્ટ્રેલિયાના સૅમ્યૂઅલ અસાકા (Asaka) સામેની ગેમ ડ્રૉ કરીને આ અપ્રતિમ સિદ્ધિ મેળવી હતી.

અસાકા વર્લ્ડ અન્ડર-20 કૅટેગરીનો ભૂતપૂર્વ ચૅમ્પિયન છે અને આરિત કપિલે તેને પ્રથમ રાઉન્ડમાં અને ત્યારે કઝાખસ્તાનના ગ્રેન્ડમાસ્ટર નૉજરબેક કૅઝીબેકને હરાવ્યો હતો.

આરિતની ઉંમર માત્ર 10 વર્ષ અને સાત મહિના છે. તે આઇએમ નૉર્મ મેળવનાર ભારતનો યંગેસ્ટ ચેસ ખેલાડી બન્યો છે.

આરિત કપિલ આટલી નાની ઉંમરે ડી. ગુકેશ, અર્જુન એરિગૈસી અને આર. પ્રજ્ઞાનાનંદની હરોળમાં આવી રહ્યો છે. ડી. ગુકેશ ગયા વર્ષે 19 વર્ષની ઉંમરે વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો. આરિત કપિલ આગામી વર્ષોમાં અસાધારણ પર્ફોર્મન્સથી ચેસ જગતમાં ધૂમ મચાવશે તો નવાઈ નહીં લાગે. તે ગયા વર્ષે અન્ડર-11 નૅશનલ ચૅમ્પિયનશિપ જીત્યો હતો.