નવી દિલ્હીઃ મહિલાઓ માટે અનામત બિન ગઈ કાલે લોકસભામાં પસાર થઈ શક્યું નહીં. વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ બિલના વિરૂદ્ધમાં મતદાન કરવામાં આવ્યું હતું. આ અંગે આજે રાત્રે 8.30 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરવાના છે. આ બિલ અંગે આજે કેબિનેટ કક્ષાની બેઠક મળી હતી, જેમાં પીએમ મોદીએ વિપક્ષની ભારે આલોચના કરી હતી. હવે દેશનો સંબોધિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સંબોધન અનામત બિલ પર હશે કે પછી કોઈ બીજો મુદ્દો હશે તે સંબોધન વખતે જાણવા મળશે.
પીએમ મોદીએ વિપક્ષની આ વિચારસરણીને મહિલા વિરોધી ગણાવી
સત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કેબિનેટ બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને દોષીત કહીને મહિલાઓ માટેના અનામત બિલને સમર્થન ના આપવા માટે મહિલાઓ વિરૂદ્ધ કામ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષની આ વિચારસરણીને મહિલા વિરોધી ગણાવી હતી. આ સાથે ચેતવણી આપી કે, ભવિષ્યમાં વિપક્ષને ભારે કિંમત ચૂકવવી પડશે. એટલું જ નહીં પરંતુ પીએમ મોદીએ એ વાત પર જોર આપ્યું કે, વિપક્ષના આવા વલણના મેસેજને દરેક વ્યક્તિ અને ગામ સુધી પહોંચાડવો જોઈએ. જેથી લોકોને ખબર પડે કે, વિપક્ષ મહિલાઓ પ્રત્યે કેટલી નકારાત્મક વિચારસરણી રાખે છે.
કેબિનેટ કક્ષાની મંત્રીમંડળની બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે વિપક્ષી પક્ષો હવે તેમના વલણને યોગ્ય ઠેરવવાના પ્રયાસમાં રોકાયેલા છે. હવે આજે સાંજે 8.30 વાગ્યે પીએમ મોદી દેશના લોકોને સંબોધન કરવાના છે. સ્વાભાવિક છે કે, પીએમ મોદી આ સંબોધનમાં કઈ બાબતે ચર્ચા કરશે તેના પર દરેક વ્યક્તિની નજર રહેવાની છે.