Mon Apr 20 2026

Logo

ક્યાં છુપાયેલી છે નિદા ખાન? ઘરને તાળું અને ફોન સ્વીચ ઓફ, પતિ પોલીસને દોરી રહ્યો છે ગેરમાર્ગે

2 days ago
Author: MayurKumar Patel
Article Image

 

નવી દિલ્હીઃ ટીસીએસ બીપીઓ કેસમાં HR નિદા ખાન એક સપ્તાહથી પરાર છે. આ દરમિયાન તેના ઠેકાણાને લઈ પતિ વારંવાર નિવેદન બદલી રહ્યો છે. રિપોર્ટ મુજબ ગઈકાલે પોલીસે તેના પતિની પૂછપરછ કરી હતી. તેણે જણાવ્યું કે, નિદા 14 એપ્રિલે ઘર છોડીને ચાલી ગઈ હતી અને ત્યારથી એક સંબંધીને ત્યાં રહે છે. 

જ્યારે પોલીસ તે સંબંધીના ઘરે પહોંચી ત્યારે મકાન બંધ હતું. એટલું જ નહીં નિદા અને તેના સંબંધી બંનેના મોબાઈલ ફોન બંધ હતા.સૂત્રો મુજબ, તેના પતિએ પોલીસને જણાવ્યું કે તેની માસી નૂરી શેખ આ સપ્તાહની શરૂઆતમાં તેને લઈ ગઈ હતી. હાલ નિદા ક્યાં છે તેની તેને ખબર ન હોવાનું કહ્યું હતું.

નિદાના વકીલે ગઈકાલે કહ્યું કે, તેણી ગર્ભવતી છે, ફરાર નથી થઈ, પરિવાર સાથે મુબઈમાં જ છે. વકીલ અનુસાર નિદા ખાને કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. પોલીસ હાલ તેને શોધી રહી છે.

નાશિકના ટીસીએસ બીપીઓ ઓફિસમાં ધર્મ પરિવર્તન અને યૌન શોષણ મામલે કુલ 9 એફઆઈઆર નોંધાવવામાં આવી છે. આ એફઆઈઆરમાં નિદા ખાનનું નામ પણ સામેલ છે. આરોપો મુજબ, હિન્દુ મહિલા અને પુરુષ કર્મચારીઓને નિશાન બનાવતા હતા. ધાર્મિક લાગણીઓ દુભાવવી તથા જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવવું જેવા આરોપો પણ સામેલ છે.

એફઆઈઆર મુજબ, નિદા ખાન પોતાના છ મળતિયા ટીમ લીડર્સની મદદથી હિન્દુ તથા બીજા ધર્મની છોકરીઓને ટાર્ગેટ કરીને શોષણ અને ધર્માંતરણનું રેકેટ ચલાવતી હતી. આ ટીમ લીડર્સ પોતાના હાથ નીચે કામ કરતી હિંદુ છોકરીઓને સતત પરેશાન કરીને તેમને પોતાને તાબે થવાની ફરજ પાડતા. તાબે થયેલી છોકરીઓને પોતાની સાથે શરીર સંબધ બાંધવાની ફરજ પાડીને જાતીય શોષણ કરાતું હતું અને ધર્માંતરણ માટે દબાણ પણ કરાતું હતું. આ છોકરીઓને ગૌમાંસ ખાવાની ફરજ પડાતી અને હિન્દુ રીત-રિવાજો છોડીને મુસ્લિમોની જેમ રહેવા માટે દબાણ કરાતું હતું.  

જે છોકરીઓ તાબે ના થાય તેમને સતત અપમાનિત કરાતી અને જાતજાતના માનસિક ત્રાસ અપાતા હતા. છોકરીઓ ફરિયાદ કરે તો પણ કશું થતું નહીં કેમ કે ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં જેવો ઘાટ હતો. રિંગ લીડર નિદા ખાન પાસે ફરિયાદ કરવાની હતી ને નિદા ખાન છોકરીઓને ધમકાવીને તગેડી મૂકતી તેથી પેલા હલકટ, નીચ ટીમ લીડર્સને કશું થતું નહોતું. નિદા અને તેની ગેંગ બહારથી ગરજવાન છોકરીઓને ઊંચા પગારની લાલચ આપીને લઈ આવતી ને તેમને પણ વટલાવી દેતી હતી.

મહારાષ્ટ્ર એસઆઈટી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસના કહેવા મુજબ, નોંધાયેલી તમામ ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે અને તેના આધારે કાર્યવાહી કરાશે. નિદા ખાનના વકીલે જણાવ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે કોર્ટમાં હાજર થશે.