મુંબઈઃ આ વર્ષની સૌથી સફળ ફિલ્મ 'ધુરંધર-ધ રીવેન્જ'માં આમ તો દરેક પાત્રના વખાણ થઈ રહ્યા છે. પણ સૌથી વધારે 'જમીલ જમાલી સાહબ' અને 'હમઝા અલી મઝારી' એ ફેન્સના દિલ જીતી લીધા છે. હાલમાં દરેક કલાકાર આ ફિલ્મની અસાધારણ સફળતાનો આનંદ માણી રહ્યા છે. ફેન્સ રણવીરના એક્શન સીનની સાથે એની એક્ટિંગના પણ વખાણ કરી રહ્યા છે. ખાસ કરીને દરેક ફ્રેમમાં એનો અલગ લૂક ચર્ચામાં છે. બેહતરિન પર્ફોમન્સથી તે છવાઈ ગયો છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. ફિલ્મ યુનિટ સાથે જોડાયેલા પ્રોસ્થેટિક આર્ટિસ્ટ કરણદીપ સિંહે કહ્યું હતું કે, 'ધુરંધર-ધ રીવેન્જ'ના સેટ પર રણવીરસિંહ ઘણું મેડિટેશન કરતા હતા.
ઓફ સ્ક્રિન પર ખૂબ શાંત હતા
કરણદીપે કહ્યું કે, એ માત્ર ફિલ્મની ફ્રેમમાં જ શાંત કે ફોક્સડ છે એવું નથી. ઓફ સ્ક્રિન પર રણવીર ખૂબ જ શાંત અને ફોકસડ રહેતા હતા. ફિલ્મના શોટ સિવાય પણ સેટ ઉપર પણ તે ઘણું કામ કરતા હતા. મેકઅપ સેશન દરમિયાન કરણસિંહ સાથે ઘણો સમય પસાર કર્યો હતો. કરણદીપે કહ્યું કે, મેકઅપ ચેર પર પસાર કરેલા કલાકોનો સમય માત્ર બાહરનો લૂક બદલવા માટે નથી, પણ એ દરમિયાન ખુદને માનસિક રીતે હમઝાના પાત્રમાં એ કન્વર્ટ થઈ રહ્યા હતા. સેટ ઉપર પણ તે ખૂબ જ શાંત રહેતા, રણવીરસિંહ શિવજીનો ખૂબ મોટો ભક્ત છે, દરરોજ એમના દિવસની શરૂઆત ઓમકારના જાપથી થતી હતી.
અલગ એનર્જી છે એનામાં
વર્કઆઉટ કર્યા બાદ સેટ પર આવતા અને ઓમકારનો નાદ સાંભળતા હતા. એક કલાકથી લાંબા સમય સુધી મેકઅપ ચાલતો ત્યારે પણ તે મોડિટેશન કરવા બેસી જતા. કેમેરા સામે જ્યારે હોય અને એક્શનનો કમાન્ડ આવે ત્યારે એમની માનસિક શાંતિ એક અલગ ઊર્જામાં પરિવર્તિત થઈ જતી હતી.પોતાના પાત્ર ભજવવા કરતા તે પોતાના પાત્ર માટેની તૈયારીઓમાં પણ ઘણી મહેનત કરે છે. દરેક રોલને ગંભીરતાથી લે છે. 'ધુરંધર-ધ રીવેન્જ' અને 'ધુરંધર'નું વર્લ્ડવાઈડ ક્લેક્શન 3000 કરોડને પાર પહોંચી ગયું છે. બોલિવૂડમાં મોટાભાગના કેસમાં જ્યાં બીજો ભાગ ખરાબ રીતે પીટાઈ જતો હોય છે એવામાં 'ધુરંધર-ધ રીવેન્જ' ફિલ્મે સફળતાના ઝંડા લહેરાવી દીધા.