Thu May 21 2026

Logo

ચીનને મદદ કરી હોવાનો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, વ્હાઇટ હાઉસે શેર કરી પોસ્ટ

Newyork   1 month ago
Author: Vimal Prajapati
Article Image

 

ન્યૂ યોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ પોતાના નિવેદનો માટે દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બને છે, અત્યારે તેમણે ચીનને લઈને એક નિવેદન આપ્યું છે, જેને લઈને તેઓ ફરી ચર્ચામાં આવ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પ્રવાસે જવાના હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેથી પોતાની ચીન યાત્રા પહેલા તેણે ચીન પર બળજબરીથી ઉપકાર લાદવાનો પ્રયાસ કર્યો છે. કહ્યું કે, ચીન મારાથી ખુશ છે. કારણ કે, હું તેમના (ચીન) અને દુનિયા માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સ્થાયીરૂપે ખોલી રહ્યો છું. 

ટ્રમ્પે ચીનને મદદ કરી હોવાની પોસ્ટ શેર કરી

આ નિવેદન આપતા ટ્રમ્પે એવો દાવો પણ કર્યો છે કે, મારી આ મદદના કારણે ચીને ઈરાનને હથિયાન ના આપવાની ગેરંટી આપી છે. સૂત્રોના જાણવ્યાં પ્રમાણે આગામી મે મહિનામાં ટ્રમ્પ બેઇજિંગ જવાના છે, જ્યાં ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠકો યોજાવાની છે. આ બેઠક પહેલા જ તેમણે ચીનને મદદ કરી હોવાનો દાવો કરી દીધો છે. 

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા ટ્ર્મ્પે લખ્યું કે, ચીન ખૂબ જ ખુશ છે કે હું હોર્મુઝ દરમિયાન માર્ગને હંમેશા માટે ખોલી રહ્યો છું. હું આ આખી દુનિયા માટે કરી રહ્યો છું. આવી સ્થિતિ હું હવે કોઈ દિવસ થવા દઈશ નહીં. વધુમાં કહ્યું આ માટે ચીને ઈરાનને હથિયાર ના આપવાનું વચન આપ્યું છે. થોડી સમય પછી જ્યારે હું ત્યાં પહોંચીશ, ત્યારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ મને એક મોટું આલિંગન આપશે’. થોડી સમય પહેલા ચીને ઈરાનને હથિયાર આપ્યા હોવાની વાતો શરૂ થઈ હતી. તેવામાં ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ધમકી પણ આપી હતી. 

અમેરિકી રાષ્ટ્રપતિ બે દિવસ માટે ચીનના પ્રવાસે જશે

ચીનની યાત્રાની વાત કરવામાં આવે તો, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગામી 14 અને 15 મે એ બે દિવસ માટે ચીનના પ્રવાસે જવાના છે. છેલ્લા 8 વર્ષમાં ટ્ર્મ્પ પહેલી વખત ચીન જઈ રહ્યાં છે. આ સમયગાળા દરમિયાન ટ્રમ્પ બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે શિખર મંત્રણા કરશે. આ મુલાકાત મૂળ માર્ચ અથવા એપ્રિલમાં નક્કી કરવામાં આવી હતી પરંતુ ઈરાન સાથેના યુદ્ધને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. હવે ફરી આ યાત્રીની ચર્ચાઈ શરૂ થઈ હતી.