Fri Apr 17 2026

Logo

પાકિસ્તાનમાં હાફિઝ સઈદના જમણા હાથ ગણાતા આમિર હમઝા પર 'ધુરંધર' સ્ટાઈલમાં ફાયરિંગ, હાલત ગંભીર

Lahore   18 hours ago
Author: Vimal Prajapati
Article Image

લાહોરઃ પાકિસ્તાનના લાહોરમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક સભ્ય અને કુખ્યાત આંતકવાદી આમિર હમઝા પર ધુરંધર સ્ટાઈલમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કેટલાક અજાણ્યા લોકો આવીને આંતકવાદી આમિર હમઝા ફાયરિંગ કરીને ફરાર થઈ ગયાં હતાં. અત્યારે આતંકવાદી આમિર હમઝા હોસ્પિટમમાં જીવનમરણ વચ્ચે જજૂમી રહ્યો છે. આમિર હમઝા 26/11ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો જમણો હાથ ગણાય છે. આ હુમલા પછી પાકિસ્તાનમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હોવાનું જણાવ્યું હતું.

અજ્ઞાત બંદૂકધારીઓએ કર્યો ઘાતક હુમલો

આતંકવાદી આમિર હમઝા જ્યારે લાહોરની એક ન્યૂઝ ચેનલ બહાર હતો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. અજ્ઞાત લોકો બંદૂક લઈને આવ્યાં અને ન્યૂઝ ચેનલ બહાર જ તેની પર હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા આતંકવાદી આમિર હમઝાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, પરંતુ ડૉક્ટરોનું કહેવું છે કે, સ્થિતિ વધારે ગંભીર છે.

ભારત વિરોધી ગતિવિધિઓ હમઝા એક્ટિવ

આતંકવાદી આમિર હમઝા ભારત વિરોધી ગતિવિધિઓ અને આતંકવાદી હુમલાઓ કરવામાં સામે રહ્યો છે. મૂળ વાત એ છે કે, આમિર હમઝા માત્ર આતંકી નથી, પરંતુ આતંકવાદી હાફિઝ સઈદ સાથે મલીને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાની સ્થાપનામાં પણ સામેલ રહેલો છે. આતંકી સંગઠન માટે ફંડ લાવવાનું કામ તેને આપવામાં આવેલું હતું. આતંકવાદી આમિર હમઝા પોતાના કટ્ટરપંથી વિચારો અને ભડકાઉ ભાષણો માટે પણ જાણીતો છે. તેણે કાફિલા દાવત અને શહાદર જેવા વિવાદિત પુસ્તકો પણ લખેલા છે. 

   અમેરિકાએ પણ આતંકવાદી આમિર હમઝા પ્રતિબંધ મૂકયો છે. 2018માં પાકિસ્તાનમાં પણ જ્યારે આવા સંગઠનો પર કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે આતંકવાદી આમિર હમઝાએ લશ્કરથી દૂર થઈ ગયો હતો. પછી તેણે એક નવું જૈશ-એ-મનકફા નામનું સંગઠન બનાવી લીધું હતું. આ સંગઠન પાકિસ્તાનમાં સ્વતંત્ર રીતે કામ કરે છે અને ભારતમાં આતંકી પ્રવૃતિઓને અંજામ આપવાનું પણ કામ પણ આ સંગઠન કરે છે.