Wed Apr 22 2026

Logo

એપ્રિલ મહિનામાં બનશે અનેક શક્તિશાળી રાજયોગ, ત્રણ  રાશિના જાતકોને ચાંદી જ ચાંદી...

2026-03-30 17:42:20
Author: Darshana Visaria
Article Image

ટૂંક સમયમાં જ માર્ચ મહિનો પૂરો થઈને એપ્રિલ મહિનો શરૂ થઈ જવા રહ્યો છે. એપ્રિલ, 2026માં અનેક મહત્ત્વનો ગ્રહો એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ ગોચરને કારણે અનેક મોટા મોટા ગ્રહોની એકબીજા સાથે યુતિ પણ થઈ રહી છે, જેને કારણે બુધાદિત્ય, શુક્રાદિત્ય અને મંગળાદિત્ય જેવા શક્તિશાળી રાજયોગોનું નિર્માણ થઈ રહ્યું છે. સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર જેવા ગ્રહોની ચાલ અમુક રાશિઓ માટે કિસ્મત ખોલનારી સાબિત થશે. 

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં ગ્રહોની સ્થિતિમાં મોટી ઉથલ પાથલ જોવા મળી શકે છે. બીજી એપ્રિલના ગ્રહોના સેનાપતિ મંગળ અને અગિયારમી એપ્રિલના ગ્રહોના રાજકુમાર બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યારે 14મી એપ્રિલના ગ્રહોના રાજા સૂર્ય મેષ રાશિમાં ગોચર કરશે. જ્યારે 19મી એપ્રિલના શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશતા જ અનેક જાતકોના જીવનમાં સુવર્ણ સમયની શરૂઆત થશે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ જીવનમાં સફળતા મળશે, બેંક બેલેન્સમાં વધારો થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

મેષ: 

મેષ રાશિના જાતકો માટે ગ્રહોના રાજા સૂર્ય અને ગ્રહોના રાજકુમાર બુધનું ગોચર તમારા આત્મવિશ્વાસમાં અનેરો વધારો કરશે. કરિયરમાં નવી જવાબદારીઓ મળશે અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને ધન કમાવવાના નવા આઈડિયા સફળ થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. 

સિંહ: 

સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો બિઝનેસમાં મોટી સફળતા કે તક લઈને આવી રહ્યો છે. તમે તમારી વાણી અને વાતચીત કરવાની શૈલીથી લોકો પ્રભાવિત થશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી ઓફર મળી શકે છે. ઘરમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. 

વૃશ્ચિક: 

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. આ રાજયોગના પ્રભાવથી તમને કોઈ મહત્વપૂર્ણ બિઝનેસ ડીલ મળી શકે છે. મિલકત અને સંપત્તિમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે. બોસ સાથેના સંબંધો સુધરશે અને કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી શકે છે.