ભવાનીપુર: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં સીએમ મમતા બેનર્જીએ ચૂંટણી પ્રક્રિયાના સંદર્ભમા ઇવીએમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે બૂથ એજન્ટો અને પક્ષના કાર્યકરોને મતદાન પહેલાં અને પછી ઇવીએમ મશીનોનું સંપૂર્ણ નિરીક્ષણ કરવા અને ચોવીસ કલાક તકેદારી રાખવા સૂચના આપી. તેમણે કાર્યકરોને જણાવ્યું કે 4 મે સુધી અત્યંત સતર્ક રહેવાની જરૂર છે. તેમજ જ્યા પણ ઇવીએમમાં ગડબડ હોય ત્યાં તેને બદલવાની માંગ કરવા જણાવ્યું છે.
SIR પ્રક્રિયા દરમિયાન ઘણા લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા મતદારોને તેમના મત દ્વારા બદલો લેવાની અપીલ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે SIR પ્રક્રિયા દરમિયાન ઘણા લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ભવાનીપુરમાં એક રેલીમાં બોલતા, તેમણે તેમના પક્ષના કાર્યકરોને ઇવીએમ પર નજીકથી નજર રાખવા સૂચના આપી હતી.
ચોક્કસ સ્થળોએ ઇવીએમ મશીનો સાથે છેડછાડ શકય
મમતા બેનર્જીએ એવી પણ આશંકા વ્યક્ત કરી કે ચોક્કસ સ્થળોએ ઇવીએમ મશીનો સાથે છેડછાડ થઈ શકે છે. તેમજ કહ્યું છે ખામીયુક્ત ઇવીએમના રિપેરિંગના બદલે તેને બદલવાની માંગણી કરવામાં આવે. મમતા બેનર્જીએ કહ્યું બધા ઇવીએમ મશીનોનું સંપૂર્ણ નિરીક્ષણ કરો. બૂથ એજન્ટોએ પણ ઇવીએમ ની કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ. હું ભાજપની વ્યૂહરચનાથી વાકેફ છું. મતદાન પૂર્ણ થયા પછી કેન્દ્રીય દળોની દેખરેખ હેઠળ - તેઓ મશીનોની અદલાબદલી કરી શકે છે.તેથી, આપણે ચોવીસ કલાક નજર રાખવી જોઈએ.
વિધાનસભાની ચૂંટણીઓ 23 અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ 23 અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં યોજાશે. જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે.