દિલ્હીના ભારત મંડપમ ખાતે એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2006નું આયોજન કરવામાં આવ્યું છે, આજે સમિટના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટમાં હાજરી આપવા આવેલા વૈશ્વિક નેતાઓ, પ્રતિનિધિમંડળો અને ઇન્ડસ્ટ્રી લીડર્સનું સ્વાગત કર્યું. આ સમિટની થીમ "સર્વજન હિતાયા, સર્વજન સુખાયા"નો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ આ સમિટ "પ્રગતિશીલ" ભવિષ્યને આકાર આપશે.
AI ઇમ્પેક્ટ સમિટ શરુ થાય એ પહેલા પહેલા વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું, "AI પર ચર્ચા કરવા માટે અમે વિશ્વને એકસાથે લાવી રહ્યા છીએ! આજથી, ભારત દિલ્હીના ભારત મંડપમ ખાતે AI ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરી રહ્યું છે. હું આ સમિટ માટે વિશ્વભરના નેતાઓ, ઇન્ડસ્ટ્રી લીડર્સ, ઇનોવેટર્સ, પોલિસી મેકર્સ, રિસર્ચર્સ અને ટેક એન્થુઝીઆસ્ટનું હાર્દિક સ્વાગત કરું છું. સમિટની થીમ સર્વજન હિતાય, સર્વજન સુખાય એટલે કે બધાનું કલ્યાણ થાય, બધાને ખુશીઓ મળે છે, જે AIનો ઉપયોગ કરીને માનવ-કેન્દ્રિત પ્રગતિ સાધવા આપની સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે."
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજના વિશ્વમાં, AI શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, શાસન અને એન્ટરપ્રેન્યોરશીપ સહિત અનેક ક્ષેત્રોમાં પરિવર્તન લાવી રહી છે. વડાપ્રધાને લખ્યું, "એઆઈ ઈમ્પેક્ટ સમિટ એઆઈના વિવિધ પાસાઓ, જેમ કે ઇનીવેશન, કોઓપરેશન, જવાબદાર ઉપયોગ અને વધુ પર વૈશ્વિક ચર્ચાને આગળ વધારશે.”
વડાપ્રધાન મોદીએ દેશના તમામ નાગરીકોનો આભાર માનતા તેમણે લખ્યું, "ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને અદ્યતન સંશોધન સુધી, AI ક્ષેત્રે આપણી પ્રગતિ મહત્વાકાંક્ષા અને જવાબદારી બંને દર્શાવે છે."
સમિટની સાથે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ એક્સ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની અને ઇટાલી સહિત 13 દેશોના પેવેલિયનનો છે.