નવી દિલ્હીઃ ઈરાન ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી લડાઈ દિવસે દિવસે ગંભીર બની રહી છે.મોટું સ્વરૂપ લઈ રહી છે. અમેરિકા અને ઈઝરાયલ સતત ઈરાન પર હુમલા કરી રહ્યા છે, બીજી તરફ ઈરાન પર વળતો જવાબ આપીને લડી લેવાના મૂડમાં છે.
ખાડીના દેશમાં ઈઝરાયલ અને અમેરિકાના બેઝકેમ્પ પર હુમલો કરીને જડબતોડ જવાબ આપી રહ્યો છે. હવે ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનના તેલ ટર્મિનલ અને ગેસ પ્લાન્ટ પર હુમલો કરવાના શરૂ કરી દીધા છે, જેના કારણે હવે દુનિયાભરમાં તેલ સંક્ટ અને ગેસની કટોકટી વધે એવી ભીતિ છે.
ભારતે આ હુમલાની નિંદા કરી
ભારતે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈની નિંદા કરી છે. વડાપ્રધાન મોદીએ મિડલ ઈસ્ટમાં સ્થિરતા માટે આ યુદ્ધને ખતરનાક ગણાવી દીધું છે. વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસુદ પેજેશ્કિયન સાથે વાતચીત કરીને ઈદ અને નવરોઝની શુભેચ્છાઓ પાઠવી હતી. આ વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ મૂકી હતી.
આ પોસ્ટમાં તેમણે એવું લખ્યું હતું કે, અમે એવી આશા વ્યક્ત કરી છે કે, આ તહેવારની સીઝન પશ્ચિમ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લઈને આવશે. આ સાથે પાયાના જે આંતરમાળખા છે એના પર થયેલા હુમલાની નિંદા કરીએ છીએ, જે ક્ષેત્રિય સ્થિરતાને જોખમમાં મૂકે છે અને વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈનને જાળવી રાખતી શૃંખલાને વેરવિખેર કરે છે.
Spoke with President Dr. Masoud Pezeshkian and conveyed Eid and Nowruz greetings. We expressed hope that this festive season brings peace, stability and prosperity to West Asia.
— Narendra Modi (@narendramodi) March 21, 2026
Condemned attacks on critical infrastructure in the region, which threaten regional stability and…
શિપિંગ માર્ગ અંગે વાત કરી
વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, નેવિગેશનની સ્વતંત્રતાની સુરક્ષા કરવા અને આ નિશ્ચિત કરવા માટેનું મહત્ત્વ સમજવું જરૂરી છે. શિપિંગ માર્ગ ખુલે અને સુરક્ષિત રહે એ જરૂરી છે. ઈરાનમાં ભારતીય નાગરિકોની સુરક્ષા માટે ઈરાનના સમર્થનના એમણે વખાણ કર્યા હતા.
શનિવારે અમેરિકા અને ઈઝરાયલના હવાઈ હુમલામાં નતાંજ પરમાણું સંવર્ધન ક્ષેત્ર પર નિશાન સાધવામાં આવ્યું છે. આમાંથી કોઈ રેડિયો એક્ટિવ લીંક થયા નથી. આ વિસ્તારની આસપાસ રહેતા લોકોને પણ કોઈ જોમખ ઊભું થયું નથી. જ્યારે મિડલ ઈસ્ટમાં હવે હુમલા ઓછા કરવાની વાત ટ્રમ્પ કરી રહ્યા હતા એ પછી આ હુમલો થયો હતો.