Sun Jul 26 2026

Logo

પીએમ મોદીએ કહ્યું ભારત અંતરીક્ષમાં બનાવશે સ્પેશ સ્ટેશન, જાણો વિગતે

Melbourne   2026-07-10 16:58:07
Author: Chandrakant Kanoja
Article Image

મેલબોર્ન: પીએમ મોદીએ ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન ભારતની અંતરીક્ષ ક્ષેત્રની ઉપલબ્ધિને વર્ણવી હતી. તેમજ ભારત આગામી સમયમાં ગગનયાન મોકલવાની તૈયારીઓ કરી રહ્યું છે. તેમજ આનાની આગળ ભારત પોતાનું સ્પેશ સ્ટેશન બનાવવાની પણ તૈયારી કરી રહ્યું છે. તેમજ વર્ષ 2035 સુધી ભારતનું ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન તૈયાર થઇ જશે. 

હાલમાં અંતરીક્ષમાં બે સ્પેશ સ્ટેશન કાર્યરત 

જો આપણે અંતરીક્ષમાં કાર્યરત સ્પેશ સ્ટેશનની વાત કરીએ તો, હાલમાં અંતરીક્ષમાં બે સ્પેશ સ્ટેશન  ISS (ઇન્ટરનેશલ સ્પેશ સ્ટેશન) અને તિયાંગોંગ કાર્યરત છે. આઇએસએસ એ અમેરિકા, રશિયા, યુરોપ, કેનેડા અને જાપાનનું સંયુક્ત સાહસ છે.જ્યારે તિયાંગોંગ ફક્ત ચીનની માલિકીનું છે અને વર્ષ 2022 થી કાર્યરત છે. 

ISS સ્પેશ સ્ટેશનની લંબાઈ 109 મીટર

તેમજ નાસાની વેબસાઇટ અનુસાર  ISS સ્પેશ સ્ટેશનની લંબાઈ 109 મીટર અને વજન 419,725  કિલોગ્રામ છે. જે સૌર ઉર્જા પર કાર્ય કરે છે. તેના સૌર પેનલ એક એકર ખેતીની જમીનને આવરી લે તેટલા  વિશાળ છે. સ્ટેશનમાં સાત સ્લીપિંગ કેબિન (ક્વાર્ટર), બે શૌચાલય, એક જીમ અને એક બારી છે. જેના લીધે  પૃથ્વીનો 360-ડિગ્રી નજારો જોવા મળે છે. 402  કિલોમીટરની ઉંચાઇએ પરિભ્રમણ કરતી વખતે  તે વિશ્વની 90 ટકા વસ્તી ધરાવતા વિસ્તારો પરથી પસાર થાય છે. 

ISS નો બાંધકામ અને લોન્ચનો ખર્ચ રૂપિયા 14.3 લાખ કરોડ

તેમજ અવકાશ મથક બનાવવા અને ચલાવવા માટે કેટલો ખર્ચ થાય છે. તેને સમજીએ તો  નાસા ISS માટે વાર્ષિક સંચાલન ખર્ચ આશરે 3 બિલિયન ડોલર  (આશરે  રૂપિયા 29,000 કરોડ) છે. જ્યારે તેના બાંધકામ અને લોન્ચનો ખર્ચ આશરે 150  બિલિયન ડોલર (આશરે  રૂપિયા 14.3 લાખ કરોડ) છે. આ સ્પેશ સ્ટેશન 20 નવેમ્બર 1998 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હોવાથી તેની કિંમત ફુગાવાને ધ્યાનમાં રાખીને વધી છે.