Fri Sep 04 2026

Logo

પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર દરેક લોકોને ઘરે તિરંગો ફરકાવવા અપીલ કરી

2026-08-11 17:16:22
Author: Chandrakant Kanoja
પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર દરેક લોકોને ઘરે તિરંગો ફરકાવવા અપીલ કરી

નવી દિલ્હી: ભારત 15 ઓગસ્ટના રોજ  80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર  વીડિયો પોસ્ટ કરીને લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે દરેક ઘરે તિરંગો ફરકાવીને આ દિવસને ઉત્સવની જેમ ઉજવવો જોઇએ. 

15 ઓગસ્ટને ગર્વ અને ગૌરવ સાથે ઉજવીએ

પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર જનતાને અપીલ કરતા કહ્યું કે"ચાલો આપણે 15 ઓગસ્ટને ગર્વ અને ગૌરવ સાથે ઉજવીએ, સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપીએ અને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કરીએ. "હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા, હર મન તિરંગા," આવો દરેક ઘર પર તિરંગો લહેરાવીએ.

દેશમાં 'હર ઘર તિરંગા' અભિયાન પૂરજોશમાં 

ઉલ્લેખનીય છે કે, દેશમાં 'હર ઘર તિરંગા' અભિયાન આખા ઓગસ્ટ મહિના દરમિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં લોકોને તેમના ઘરો, દુકાનો, ઓફિસો અને જાહેર સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનનો હેતુ  ફક્ત તિરંગો ફરકાવવા પૂરતો મર્યાદિત નથી પરંતુ  લોકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગર્વ અને જોડાણની ભાવનાને મજબૂત કરવાનો પણ છે. 

દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન

જેમાં સરકાર અને વિવિધ સંગઠનો દ્વારા દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં લોકો સામૂહિક રીતે તિરંગો ફરકાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે.