Fri May 01 2026

Logo

ડિજિટલ કિંગ PM મોદી: ઈન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ ધરાવતા એકમાત્ર વૈશ્વિક નેતા

2026-02-26 08:29:00
Author: MayurKumar Patel
Article Image

વડા પ્રધાન મોદીના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી બમણી છે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈતિહાસ રચ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સનો ઐતિહાસિક આંકડો પાર કરનારા તેઓ પ્રથમ રાજનેતા બન્યા છે. છેલ્લા એક દાયકામાં તેમનું એકાઉન્ટ વૈશ્વિક નેતાઓમાં પણ લોકપ્રિય થયું છે. વડા પ્રધાન મોદીના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી બમણી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2014માં ઈન્સ્ટાગ્રામમાં જોડાયા હતા અને એક દાયકમાં તેમનું એકાઉન્ટ વિશ્વમાં સૌથી વધુ  ફોલો કરવામાં આવતાં રાજકીય પ્રોફાઈલમાં સામેલ થઈ ગયું છે. 

વર્લ્ડ રેન્કિંગમાં કોણ ક્યાં

ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સના મામલે ટ્રમ્પ 43.2 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા સ્થાન પર છે. તેમની પછી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબાવો સુબિયાંતો 15 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા, બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ 14.4 મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા, તુર્કીના રાષ્ટ્રપ્રમુખ  11.6 મિલિયન ફોલોઅર્સ સાથે પાંચમા ક્રમે છે.

ભારતમાં કોણ ક્યાં છે

પીએમ મોદીની ઈન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સની પહોંચ વિશ્વભરના યુવાનો અને લોકોમાં તેમની લોકપ્રિયતા દર્શાવે છે. ભારતમાં પણ વડા પ્રધાન મોદી અન્ય રાજનેતાઓ કરતાં વધારે લોકપ્રિય છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ 161 લાખ ફોલોઅર્સ સાથે બીજા ક્રમેછે. કોંગ્રસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 126 લાખ ફોલોઅર્સ સાથે ત્રીજા ક્રમે છે.