નવી દિલ્હી: પીએમ મોદીએ 15 ઓગસ્ટના ભાષણમાં લોકોને 'દિમાગી નક્સલી' માનસિકતા ધરાવતા લોકોને ઓળખવા અને તેમનાથી દૂર રહેવા અપીલ કરી હતી. જેની બાદ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. આ અંગે કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મને દિમાગી નક્સલી હોવા પર ગર્વ છે.
સરકારે રાજકીય વિરોધીઓને અર્બન નક્સલ ગણાવ્યા હતા
કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે એકસ પર લખ્યું હતું કે, મને દિમાગી નક્સલી હોવા પર ગર્વ છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ પીએમ મોદીની ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. તેમણે દિમાગી નક્સલીની ટિપ્પણીને પોકળ રાજકીય બાબત ગણાવી હતી. તેમણે કહ્યું સરકારે આ પૂર્વે પણ રાજકીય વિરોધીઓને અર્બન નક્સલ ગણાવ્યા હતા. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં સ્પષ્ટતા કરવી પડી હતી કે આવી કોઈ સત્તાવાર કાનૂની વ્યાખ્યા અસ્તિત્વમાં નથી.
નક્સલ ગઢોથી વિકાસના ગઢ સુધી… બદલાઈ રહી છે ભારતની તસવીર! | IndependenceDay2026
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) August 15, 2026
લાલ કિલ્લાની પ્રાચીર પરથી PM મોદીએ નક્સલવાદ અને માઓવાદ સામેની લડાઈને લઈને મોટો દાવો કર્યો. તેમણે કહ્યું કે નક્સલવાદે લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યું અને માતા-પિતાના સપનાઓને પણ છીનવી લીધા. નક્સલ… pic.twitter.com/4pOKwppWJG
દિમાગી નક્સલીઓ પહેલા નીતિઓને પ્રભાવિત કરતા હતા
ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટના રોજ પીએમ મોદીએ લાલ કિલ્લાના સંબોધનમાં જણાવ્યું હતું કે વર્ષ 2014 થી સરકારે બળવાખોરીને કાબુમાં લીધી છે.જેમાં 3,500 થી વધુ સુરક્ષા કર્મચારીઓના જીવ ગુમાવ્યા છે. જોકે, તેમણે આરોપ લગાવ્યો કે માઓવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિઓ - જેમને તેમણે " દિમાગી નક્સલી" ગણાવ્યા હતા. તે અગાઉ સરકારી સમિતિઓમાં હોદ્દા પર હતા અને નીતિઓને પ્રભાવિત કરતા હતા.
અમુક સંસ્થાઓમાં હજુ દિમાગી નક્સલી માનસિકતા અસ્તિત્વમાં
પીએમ મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોને જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ચેતવણી આપી કે, સશસ્ત્ર માઓવાદી હિંસા તેના અંતિમ તબક્કામાં છે. જો કે અમુક સંસ્થાઓમાં હજુ દિમાગી નક્સલી માનસિકતા અસ્તિત્વમાં છે.