Mon Oct 05 2026

Logo

એઇમ્સ અને ગૂગલ વચ્ચે ભાગીદારી, AI કરશે દર્દીઓ અને ડોક્ટરોને મદદ

2026-02-18 18:48:44
Author: Chandrakant Kanoja
એઇમ્સ અને ગૂગલ વચ્ચે ભાગીદારી, AI કરશે દર્દીઓ અને ડોક્ટરોને મદદ

નવી દિલ્હી : નવી દિલ્હીમાં ભારત મંડપમમાં આયોજિત  AI ઈમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા ગૂગલ અને આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઈ ભારત આવ્યા છે. તેમજ સુંદર પિચાઈએ  એઆઈઆઈ ઈમ્પેક્ટ સમિટમાં ભાગ લેતા પૂર્વે એઈમ્સ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો ફાયદો એઈમ્સમાં સારવાર માટે આવતા દર્દીઓ અને ડોક્ટરોને પણ મળશે. 

આવા પ્રોજેક્ટ્સમાં  પ્રારંભિક તબક્કામાં 

આ અંગે ગૂગલમાં સીઇઓ સુંદર પિચાઈ  જણાવ્યું કે અમે એઇમ્સ સાથે જોડાઈ રહ્યા છીએ. જેનો લાભ દર્દીઓ અને  ડોકટરો બંનેને થશે. તેમણે સમજાવ્યું કે AIનો ઉપયોગ દર્દીના રિપોર્ટ બનાવવા માટે થઈ શકે છે. જે ડોકટરોને મદદ કરશે. જોકે, પિચાઈએ નોંધ્યું હતું કે અમે હજુ પણ આવા પ્રોજેક્ટ્સમાં  પ્રારંભિક તબક્કામાં છીએ. જે રીતે AIનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં થઈ શકે છે. 

તમામ કામ AIના માધ્યમથી સરળ થશે : સુંદર પિચાઈ

સુંદર પિચાઈએ વધુમાં જણાવ્યું  કે,  AIની મદદથી આપણે  જાણી શકીશું  વિદ્યાર્થીઓએ કેવી રીતે અભ્યાસ કરવો જોઈએ. તેમજ હોસ્પિટલની સિસ્ટમ કેવી રીતે કામ કરવી જોઇએ. સરકારે એ રીતે કાર્ય કરવું જોઇએ જેનાથી તે લોકો સુધી સરળતાથી પહોંચી શકે. આ તમામ કામ AIના માધ્યમથી સરળ થશે. સુંદર પિચાઈએ વધુમાં જણાવ્યું કે  કે આપણે એવી ટેકનોલોજી વિશે વાત કરી રહ્યા છીએ જે નવી વસ્તુઓ ઝડપથી કરી શકે છે.

સુંદર પિચાઈ અને પીએમ મોદી વચ્ચે એઆઇને લઇને ચર્ચા 

ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ અગાઉ પીએમ મોદીને મળ્યા હતા, જ્યાં તેમણે ભારત અને ગૂગલ વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સહયોગને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી હતી. પિચાઈ સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં AI ઝડપથી વિકસી રહ્યું છે, અને ગૂગલ જેવા વૈશ્વિક ટેક ખેલાડીઓ સાથે મળીને કામ કરવાથી ભારતમાં તેની તકોનો વધુ વિસ્તાર થશે.