પટણાઃ બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવ પર છરીથી હુમલો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગત એવી પણ મળી છે કે, ચાકુથી હુમલો કરવામાં આવ્યો અને એમના પર ચંપલ ફેંકવામાં આવ્યું હતું. આ ઘટના બાદ પપ્પુ યાદવના સમર્થકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પપ્પુ યાદવના સોશિયલ મીડિયા સલાહકારે એવો આરોપ મૂક્યો છે કે પોલીસે આરોપીઓને પકડી લીધા છે અને પોતાની સાથે લઈ ગઈ છે. પપ્પુ યાદવની સિક્યોરિટી પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. આ મામલે પપ્પુ યાદવે કહ્યું હતું કે, મેં કોઈ સનાતન ધર્મનું અપમાન કર્યું નથી, પ્રજા ન હોત તો આજે અમે મરી જાત.
હત્યાનું કાવતરૂ ઘડાયું
આ ઝપાઝપી થઈ એ સમયે પપ્પુ યાદવના સમર્થકે જણાવ્યું કે, તેઓ બેસીને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા એવા સમયે અચાનક ત્રણથી ચાર લોકો ત્યાં આવ્યા અને એ લોકોએ સાંસદ પર હુમલો કરી દીધો હતો. જેવું ચાકું ઉપાડ્યું મેં કંઈ પણ વિચાર્યા વગર મેં એને હાથેથી રોકી લીધા, સામનો કર્યો. એ સમયે ચાકુની ધાર મને વાગી ગઈ હતી.
તેઓ સતત હુમલો કરતા રહ્યા, એવું થતા લોકો નાસભાગ કરવા લાગ્યા અને એકબીજા પર પડાપડી થયા. આ મામલે પપ્પુ યાદવે કહ્યું કે, મારી હત્યા કરવા માટે કાવતરૂ ઘડવામાં આવી રહ્યું છે. ચાલુ પત્રકાર પરિષદમાં આ પ્રકારનો હુમલો યોગ્ય નથી. દિલ્હીમાં આવેલા પોતાના આવાસ પર તેઓ પત્રકાર પરિષદ કરી રહ્યા હતા એ સમયે આ ઘટના બની હતી.
તપાસનો ધમધમાટ શરૂ
પપ્યુ યાદવે સંસદમાં રામ મંદિરમાં દાનચોરીના આરોપને લઈને સાધુના વેશમાં પ્રવેશ કર્યો હતો. એ પછી તેઓ સતત અને સખત રીતે ચર્ચામાં છે. હવે એમની સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે. પપ્પુ યાદવ પર હુમલો કરનાર વ્યક્તિને પોલીસે પકડી લીધો છે.દિલ્હી પોલીસે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ યુવક કોણ છે અને કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યો એ અંગે તપાસ ચાલુ છે. માત્ર દિલ્હી જ નહીં દેશના જુદા-જુદા રાજ્યોમાં પણ પપ્પુ યાદવ સામે પોલીસ ફરિયાદ થયેલી છે.
એમને ધમકી પણ આપવામાં આવી રહી છે. પપ્પુ યાદવ પત્રકાર પરિષદ યોજીને એ જાણકારી આપવાના હતા કે, સોમવારે સંસદમાં કાર્યવાહી ક્યારે શરૂ થશે. એ સમયે એમની રણનીતિ શું હશે? જ્યારે પત્રકારો સવાલ પૂછી રહ્યા હતા એ સમયે પણ કેટલાક લોકો અંદર ધસી આવ્યા હતા અને સવાલ કરી રહ્યા હતા એ પછી ચાકુ કાઢીને હુલમો કરી દીધો હતો. આ કેસમાં પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસ સામે સવાલ
પપ્પુ યાદવના સમર્થકે કહ્યું હતું કે, જનતા દરબાર દરમિયાન કોઈ ગેટ હોતા નથી. કોઈ સાંસદને ત્યાં મેટલ ડિટેક્ટર નથી હોતા. એ ત્રણથી ચાર વ્યક્તિઓ હતા હુમલો કરવાના પ્લાન સાથે આવ્યા હતા.જે એમને રોકી રહ્યા હતા એમની ઉપર પણ તેમણે હુમલો કરી દીધો હતો. પપ્પુ યાદવનું સોશિયલ મીડિયા કરનારા એક વ્યક્તિએ કહ્યું કે, તેઓ અતીક અશરફ પાર્ટ-2 કરવાના પ્રયાસમાં હતા.
તિલકમાર્ગ પોલીસ સ્ટેશનમાં તેને લઈ જવામાં આવ્યો છે.પપ્પુ યાદવના વકીલે જણાવ્યું કે, આના પરથી દિલ્હી પોલીસની નિષ્ફળતા સામે આવી છે.આ પ્રકારના કાવતરા અંગે દિલ્હી પોલીસને જાણકારી હોય છે. છેલ્લા બે દિવસથી અમે છ વખત સાંસદ તરીકે ચૂટાઈ આવેલા વ્યક્તિ સામે કાવતરા અને બીજી કેટલીક ફરિયાદ અંગે સાંભળી રહ્યા છીએ.