Sat Aug 29 2026

Logo

લોર્ડ્સ ટેસ્ટના બહિષ્કારની ધમકી: ઇમરાન ખાનના પુત્રોના ઇન્ટરવ્યૂ બતાવવા પર ભડક્યું પાકિસ્તાન, દાખલ કરી ફરિયાદ

2026-08-28 11:40:00
Author: Mumbai Samachar Team
લોર્ડ્સ ટેસ્ટના બહિષ્કારની ધમકી: ઇમરાન ખાનના પુત્રોના ઇન્ટરવ્યૂ બતાવવા પર ભડક્યું પાકિસ્તાન, દાખલ કરી ફરિયાદ

ઇંગ્લેંડ અને પાકિસ્તાન વચ્ચે લોર્ડસમાં બીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. મેચ ગુરુવારે શરૂ થઇ પરંતુ પાકિસ્તાને આ મેચનો બહિષ્કાર કરવાની ધમકી આપી. હકીકતમાં મેચ દરમિયાન ઓફિસિયલ બ્રોડકાસ્ટર સ્કાઇ સ્પોર્ટસે પાકિસ્તાનના પૂર્વ કપ્તાન ઇમરાન ખાનના પુત્રોના ઇન્ટરવ્યુ કર્યા જેનાથી પાકિસ્તાન ભડક્યું.

એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રેકટ બોર્ડ (પીસીબી) એ બ્રોડકાસ્ટર વિરુદ્ધ ઓફિસિયલ રીતે ફરિયાદ દાખલ કરી છે. એટલું જ નહીં મેચનો બહિષ્કાર કરવાનો પણ વિચાર કરી રહ્યો હતો. 
 
એક ઇન્ટરવ્યૂ બન્યો વિવાદનું મૂળ

આ વિવાદ  ત્યારે શરૂ થયો જ્યારે સ્કાઇ સ્પોર્ટ્સે પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ કપ્તાન અને વડાપ્રધાન ઇમરાન ખાનના પુત્રો કાસિમ અને સુલેમાન ખાનની  સાથે ઇંગ્લેંડના પૂર્વ કપ્તાન માઇક આર્થરટને એક રેકોર્ડેડ ઇન્ટરવ્યૂ કરાવ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાનના પુત્રોએ પોતાના પિતાની તબિયત અને નબળી થતી દ્રષ્ટિને લઇને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી

પીસીબીએ લાઇવ મેચ કવરેજમાં રાજકીય વિષયોને સામેલ કરવા પર આપત્તિ વ્યક્ત કરી. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને ચેતવણી આપી હતી કે આ ઇન્ટરવ્યૂનું પ્રસારણ કર્યું તો તે બપોરના સેશન દરમ્યાન પોતાના ખેલાડિયોને ડ્રેસિંગ રૂમમાં જ રાખશે. 

સ્કાઇ સ્પોર્ટ્સે લંચ બ્રેક દરમ્યાન ઇન્ટરવ્યૂ દર્શાવતા પહેલા આ સેગમેન્ટને રોકી દીધું. ત્યારબાદ પીસીબીની આધિકારિક ફરિયાદ નોંધાવી પરંતુ છેવટે પોતાની ધમકીથી પીછેહઠ કરી  અને પાકિસ્તાનની ટીમ બપોરના સેશન માટે મેદાન પર પાછી ફરી. 

ત્રણ વર્ષથી જેલમાં બંધ છે ઇમરાન

73 વર્ષના ઇમરાન ખાન ઓગસ્ટ 2023માં ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ થયા બાદ જેલમાં છે. ત્યારથી તેમને એક કેસમાં દોષી ગણાવ્યા છે અને 14 વર્ષની જેલની સજા સંભાળવવામાં આવી છે.