Wed Sep 02 2026

Logo

પાકિસ્તાનના 8/212, શ્રીલંકાને 147 રનની અંદર સીમિત રાખવું પડશેઃ સાહિબઝાદાની બે સદીનો વિક્રમ

2026-02-28 21:12:52
Author: Ajay Motiwala
પાકિસ્તાનના 8/212, શ્રીલંકાને 147 રનની અંદર સીમિત રાખવું પડશેઃ સાહિબઝાદાની બે સદીનો વિક્રમ

પલ્લેકેલ: શ્રીલંકા સામે પાકિસ્તાને પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છેલ્લે જોરદાર ધબડકો જોવાની સાથે આઠ વિકેટે 212 રન કરીને યજમાન ટીમને 213 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો છે. 

પાકિસ્તાને આ મૅચ ઓછામાં ઓછા 64 રનના માર્જિનથી જીતવાનું છે. જો એવું થશે તો જ સેમિ ફાઇનલમાં પાકિસ્તાન પહોંચશે અને ન્યૂ ઝીલૅન્ડ બહાર થઈ જશે.

પાકિસ્તાન જો શ્રીલંકાને 147 રનની અંદર મર્યાદિત રાખશે તો સેમિ ફાઇનલ માટે દાવેદાર થઈ શકશે.

ઓપનર સાહિબઝાદા (100 રન, 60 બૉલ, પાંચ સિક્સર, નવ ફોર) ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બે સેન્ચુરી કરનાર પ્રથમ પ્લેયર બન્યો છે. દિલશાન મદુશન્કાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. પાકિસ્તાનની 198 રનના સ્કોર પર બે વિકેટ હતી અને 210 રન પર આઠમી વિકેટ પડી હતી.