Tue Oct 06 2026

Logo

ન્યૂ ઝીલૅન્ડ જીત્યું, શ્રીલંકા સેમિ ફાઇનલની રેસની બહાર થયું...

Colombo   2026-02-25 22:37:27
Author: Ajay Motiwala
ન્યૂ ઝીલૅન્ડ જીત્યું, શ્રીલંકા સેમિ ફાઇનલની રેસની બહાર થયું...

પલ્લેકેલઃ ટી-20 વર્લ્ડ કપ-2026ના બે યજમાન દેશમાંથી એક શ્રીલંકા (SriLanka)ની સેમિ ફાઇનલની રેસમાંથી બાદબાકી થઈ ગઈ છે અને હવે ગુરુવારે બીજા યજમાન ભારતની ચેન્નઈમાં `અન્ડરડૉગ' ઝિમ્બાબ્વે સામે આકરી કસોટી છે.

સુપર-એઇટમાં શ્રીલંકા 169 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં આઠ વિકેટે 107 રન બનાવી શક્યું હતું જેમાં મેન્ડિસના 31 રન હાઇએસ્ટ હતા. કિવી બોલર્સમાંથી રચિન રવીન્દ્ર (Rachin Ravindra)એ ચાર તથા મૅટ હેન્રીએ બે વિકેટ લીધી હતી. ન્યૂ ઝીલૅન્ડનો 61 રનથી વિજય થયો હતો.

એ પહેલાં, ન્યૂ ઝીલૅન્ડનો દાવ 7/168ના સ્કોર પર પૂરો થયો હતો. કિવીઓએ બૅટિંગ મળ્યા બાદ ખરાબ શરૂઆત કરી હતી અને સમયાંતરે વિકેટ ગુમાવી હતી. 84 રનના કુલ સ્કોર પર ત્રણ વિકેટ પડી હતી.

84મા રને દાવની છઠ્ઠી વિકેટ પડ્યા બાદ કૅપ્ટન મિચલ સૅન્ટનર (47 રન, 26 બૉલ, ચાર સિક્સર, બે ફોર) અને કોલ મૅકૉન્કી (31 અણનમ, 23 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) વચ્ચે સાતમી વિકેટ માટે 84 રનની યાદગાર ભાગીદારી થઈ હતી. શ્રીલંકાના માહીશ થીકશાના અને દુષ્મંથા ચમીરાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.