પ્રતીક્ષા થાનકી
ઓલમોસ્ટ બે અઠવાડિયાં પહેલાં અમારું નાનકડું ગ્રૂપ ઓસ્લો એરપોર્ટથી નીકળેલું ત્યારે નોર્વેના અનુભવો માટે અમાં મન એકદમ તૈયાર હતું. અમે કોઈ પણ જાતની અપેક્ષા વિના જાણે આ સમય દરમ્યાન નોર્વેને હવાલે થઈ ગયેલાં નોર્વેએ અમને જલસા કરાવી જ દીધેલા. ખાસ તો એક પછી એક ફ્યોર્ડ પર ફેરીમાં કાર પાર્ક કરીને એક ટાપુથી બીજા ટાપુ પર વસેલાં ગામોમાં કુદરતને માણવા સાથે અમે સ્થાનિક અનુભવોથી પણ ધરાઈ ગયાં હતાં.
હવે એક છેલ્લો સ્ટ્રેચ હતો. અને ત્યાં અમારે થોડાં ફ્યોર્ડના સ્ટ્રેચ પછી નેશનલ હાઇવે લઈને અડધા દિવસમાં ઓસ્લો પહોંચવાનું હતું. બાકી બચેલા છેલ્લા બે દિવસ ઓસ્લોને આપવા માટે અમે એકદમ સજ્જ હતાં. હવે સ્કેન્ડિનેવિયન કંટ્રી સાઇડની એટલી આદત પડી ગઈ હતી કે હવે ત્યાંથી બ્રેક લેવા માટે પણ અમે શહેરમાં રહેવા તૈયાર હતાં. જોકે છેક ટ્રોન્ડહાઇમથી ઓસ્લો પહોંચવા માટે રસ્તો ઘણો લાંબો હતો અને નોર્વે જાણે વધુ એક મજેદાર અનુભવ સાથે અમારી રાહ જોઈ રહ્યું હતું.
સવારે ટ્રોન્ડહાઇમથી નીકળ્યા પહેલાં યોર્ડ પાસે યોગ કર્યા. ઘરે નાસ્તો બનાવ્યો. બાલ્કનીમાં બેસીને થોડું વાંચ્યું. સવાર બરાબર વેકેશનની હોય તેવું લાગ્યું. આ એર-બી-એન્ડબીનાં ઓનર ખુદ રજાઓ પર ગયેલાં. એવામાં અમને તેમના રોજિંદા વપરાશમાં આવતી કિચનની ચીજો જોઈને તેમની લાઇફની કલ્પના કરવા મળી જતી હતી.
ખાસ કરીને તેમની પાસે ડિશવોશરમાં એકદમ મહાકાય સાત જીમ વોટરબોટલ હતી. કોઈ માણસ રોજેરોજ જીમ જતી વખતે અલગ બોટલનું શું કરતું હશે તે પ્રશ્ન થતો હતો, પણ દુનિયામાં બધાંની જિંદગીમાં પોતાની કોઈ ને કોઈ ક્વર્કી આદતો હોતી જ હોય છે. ત્યાંથી નીકળ્યાં પછી આ ટ્રિપ પૂરતો ફેરીમાં ફ્યોર્ડ કુદાવવાનો છેલ્લો મોકો માણ્યો. એ રસ્તામાં ક્યાંક ખ્યાતનામ એટલાન્ટિક ઓશન રોડ પણ આવી ગયો. અત્યંત નાટકીય વળાંકોવાળા દરિયા સાથે ચાલતા આ રોડ પર સૌથી આકર્ષક દૃશ્ય એક વળાંકવાળા બ્રિજનું છે.
આ સ્ટોરસેઝૂન્ડેટ બ્રિજ દૂરથી જ પોતે કેટલો ખાસ છે તે બતાવવા લાગ્યો હતો. આ બ્રિજ હુસ્ટાડવિકા અને એવરોય ગામને જોડતો હતો. તે અમને દૂરથી જ દેખાવા લાગ્યો. અને મજાની વાત એ હતી કે તેને સારી રીતે જોઈ શકાય, તસવીરો લઈ શકાય તેના માટે પૂરતી જોગવાઈ હતી. અમને વધુ મજા તો તેના પરથી નીકળવામાં આવી.
ખાસ તો ઢાળ ચઢવા અને ઊતરવામાં નાનકડા રોલરકોસ્ટરની ઝલક હતી. અમે બીજી સાઇડ પર આવ્યાં. અહીંનું રોડસાઇડ રેસ્ટિગ સ્ટોપ પણ એટલું જ ખ્યાતનામ છે. ત્યાં એક પોપ-અપ કાફે પણ હતું. અમે તો બાથરૂમ બ્રેક માટે ત્યાં ઊભા રહેલાં, પણ કોને ખબર હતી કે અમારા આગલા અડધા કલાકમાં કેરટ કેક, વોલ્સ અને ખાસ બ્રાઉન નોર્વેજિયન ચીઝની હાઇલાઇટ આવી જવાની હતી.
બોય્ઝ બાથરૂમથી આવે ત્યાં સુધીમાં આનલ અને હું કાફે જોહાનાની થોડી હેન્ડી ક્રાફ્ટની ચીજો પર નજર નાખી રહૃાાં હતાં. એક અત્યંત આકર્ષક કપલ કાફેના થડે બેઠુંબેઠું વાતો કરી રહૃુાં હતું. નક્કી કાફે તેમનું જ હોઈ શકે. એક નાનકડા બ્લેક-એન્ડ-વ્હાઇટ ફોટો નીચે એક પ્રિન્ટેડ ફ્રેમમાં જોહાનાની જિંદગીની વાર્તા હતી.
નોર્વે આખું સદીઓથી જોહાના જેવી નોર્વેજિયન મહિલાઓથી ભરેલું હતું, જેમને ફિશરમેનની પત્ની બનીને સંઘર્ષનું જીવન વિતાવવું પડેલું. આ કાફે એ મજબૂત મહિલાઓને ડેડિકેટેડ હતું અને આજે જોહાનાનાં ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન આ કાફે ચલાવીને જોહાનાને યાદ કરી રહૃાાં હતાં. હવે જોહાના અને તેના જેવી નોર્વેજિયન મહિલાઓ માટે અમે ત્યાં થોડું રોકાઈ ગયાં અને ત્યાંનાં ઓનર સાથે વાતો કરવાનો મોકો મળી ગયો. એટલું જ નહીં, થોડી મિનિટોમાં નવાં ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ્સ પણ મળી ગયાં. એ લોકો આ કાફે માત્ર સમરમાં બે મહિના જ ચલાવતાં. બાકી તેમનું ટિન તો ઓસ્લોમાં જ હતું. તેમની સાથે ગપ્પાં મારવામાં અમાં વોફલ આવ્યું. અને તેમણે કહ્યું, તેના પર ચીઝ સાથે ખાવ, મજા આવશે.
ત્યાં સુધી અમે હજી ખં નોર્વેજિયન ચીઝ કોઈ રીતે ચૂકી ગયેલાં. આ બ્રાઉન કેરેમલાઇઝ્ડ ચીઝ કોઈ પ્ોંડા જેવું જ લાગતું હતું. તે દિવસે ચીઝ પહેલી વાર ચાખ્યું, તેનો ફોટો પાડી તેને માર્કેટથી શોધીને અમે તેને મોટા સ્ટોકમાં ઘરે પણ લઈ આવ્યાં. તે પછીના બ્રેકફાસ્ટમાં હૉટલમાં પણ અમને તે ચીઝ મળી ગયું. ત્યાં સુધી અમે દરેક ઠેકાણે એપાર્ટમેન્ટ્સમાં જાતે બ્રેકફાસ્ટ લાવતાં હતાં, પણ આ ચીઝ ધ્યાનમાં જ નહોતું આવ્યું. હવે જાણે અમારી જિંદગી બદલાઈ ગઈ હતી.
બ્રુનઓસ્ટ એટલે કે બ્રાઉન ચીઝ તરીકે ઓળખાતી આ વાનગી દુનિયાભરમાં ચેડ્ડર કે ફેટા કે મોઝરેલા જેટલી કેમ લોકપ્રિય નથી તે પ્રશ્ન જરૂર થયો. તે પછી આ ચીઝના પ્રકારને પ્રખ્યાત બનાવવાની જાણે અમે અંગત જવાબદારી લઈ લીધી હોય તેવું લાગવા માંડેલું. હજી આજે પણ અમે ઘરે એ ચીઝને નોર્વેથી ઓર્ડર કરીને રાખીએ છીએ, ક્યારેક તે સ્પેશિયાલિટી માર્કેટમાં અહીં મળી જાય છે. તે દુનિયાભરમાં ફ્રેન્ચ, ઇટાલિયન, કે ઇંગ્લિશ ચીઝની જેમ ઉપલ્બ્ધ નથી એ એક કારણ હોઈ શકે.
આ ચીઝની વાતો અને યાદોમાં તે પછીનો કલાક મુશ્કેલીથી નીકળ્યો. અમે હાઇવે જતાં રસ્તામાં જ સુપરમાર્કેટ શોધી અને ચીઝનો બ્લોક ખરીદ્યો. આ ચીઝ હવે કાયમ માટે અમારી નોર્વેની યાદો સાથે જોડાઈ ગયું છે. બાકીની દુનિયા ભલે નોર્વે સાથે નોર્ધન લાઇટ્સ અને ફ્યોર્ડ્સને યાદ કરે, હું તો નોર્વેને પહેલાં તેના બ્રાઉન ચીઝ માટે યાદ કં છું. તે ચીઝની કંપની સાથે કારમાં સાંજ પડતાં અમે ઓસ્લો પહોંચી ચૂક્યાં હતાં.