Sun Aug 23 2026

Logo

નોઈડામાં હજારો કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યાં, આ વિરોધ પ્રદર્શનનું કારણ શું છે?

2026-04-13 14:26:00
Author: Vimal Prajapati
Article Image

નોઈડા: ઉત્તર પ્રદેશના નોઈડા અને ગ્રેટર નોઈડામાં આજે કર્મચારીઓ અને કંપનીના મજૂરોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. આ વિરોધ પ્રદર્શન પગારમાં વધારો કરવાની માંગને લઈને કરવામાં આવી રહ્યું છે. જેમાં કર્મચારીઓએ ઉગ્ર બનીને તોડફોડ કરી અને સાથે વાહનોને આગ પણ લગાડી હતી. માંગ એવી છે કે, હરિયાણા સરકાર દ્વારા દ્વારા લઘુત્તમ વેતનમાં 35 ટકાનો વધારો કરવા છતાં, નોઈડાની કંપનીઓ વેતન વધારો આપવા તૈયાર નથી. તો હરિયાણાની જેમ અહીં પણ સમાન વેતન આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે. 

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે હજારોની સંખ્યામાં મજૂરો રસ્તા પર ઉતરી આવ્યાં છે. આ કર્મચારીઓએ અનેક વિસ્તારોમાં ધરણા અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. મળતી વિગતો પ્રમાણે ખાસ કીરને નોઈડા ફેઝ-2 અને સેક્ટર 62 સાથે અનેક ઔદ્યોગીક વિસ્તારોમાં કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. 

શા માટે આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે?

આ વિરોધ પ્રદર્શનનું ખાસ કારણ હરિયાણા સરકાર દ્વારા લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે તો છે. ત્યાં મજૂરોને આપવામાં આવતા વેતનમાં 35 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વેતન વધારાની વાત કરવામાં આવે તો, અકુશળ કામદારોને દર મહિને ₹15,220, અર્ધ-કુશળ કામદારોને દર મહિને ₹16,780 અને કુશળ કામદારોને દર મહિને ₹18,500+ વેતન ચૂકવવામાં આવશે. પરંતુ આ વેતન દર નોઈડામાં લાગુ કરવામાં આવ્યો નથી, જેથી કર્મચારીઓ અને મજૂરોની માંગણી છે કે, હરિયાણાની જેમ અહીં પણ પગાર વધારો કરવામાં આવે!

કામનું ભારણ વધ્યું તો પગાર કેમ નહી? કર્મચારીઓ

બીજા મુદ્દાની વાત કરવામાં આવે, અહીં મજૂરોના વેતનમાં લાંબા સમયથી કોઈ  વધારો કરવામાં આવ્યો નથી. કામનું ભારણ વધ્યું છે પરંતુ પગાર વધારો કરાવમાં આવતો નથી. એટલું જ નહીં પરંતુ કર્મચારીઓને પુરતી સુવિધાઓ આપવામાં નથી આવતી તેનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. મૂળ આક્ષેપ એવો છે કે, કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. 

 

આ પ્રદર્શન વધારે ઉગ્ર બનતું હોવાના કારણે અધિકારીઓ દ્વારા કર્મચારીઓને શાંતિ રાખવા માટે અપીલ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ સાથે તેમની માંગણીઓ પર પણ વિચાર કરવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. આ પ્રદર્શનના કારણે ચિલ્લા બોર્ડર, સેક્ટર 62 અને દિલ્હી નોઈડા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અત્યારે પોલીસે સ્થિતિ કાબૂ લીધી હોવાનું જાણવા મળ્યું છે.