Tue Sep 15 2026

Logo

ઑલરાઉન્ડ બોલિંગ પર્ફોર્મન્સે સાઉથ આફ્રિકાને સિરીઝ 2-2થી લેવલ કરાવી આપી...

Wellington   2026-03-22 17:44:40
Author: Ajay Motiwala
ઑલરાઉન્ડ બોલિંગ પર્ફોર્મન્સે સાઉથ આફ્રિકાને સિરીઝ 2-2થી લેવલ કરાવી આપી...

AFP


વેલિંગ્ટનઃ રવિવારે સાઉથ આફ્રિકા સામે સિરીઝની ચોથી ટી-20 જીતીને ન્યૂ ઝીલૅન્ડને આ હરીફ સામે પહેલી વખત બે કે બેથી વધુ ટી-20 મૅચની સિરીઝ જીતવાની તક હતી, પણ કેશવ મહારાજની આગેવાનીમાં સાઉથ આફ્રિકન ટીમે એમાં કિવીઓને સફળ ન થવા દીધા.

શ્રેણીની આ ચોથી મૅચમાં સાઉથ આફ્રિકા (South Africa)એ બૅટિંગ લીધા બાદ વિકેટકીપર કૉન્નોર એસ્ટરહુઇઝેનના 57 રનની મદદથી પાંચ વિકેટે 164 રન કર્યા હતા.

જવાબમાં ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) 145 રનમાં આઉટ થઈ ગયું હતું, કારણકે સાઉથ આફ્રિકાના પેસ બોલર જેરાલ્ડ કૉએટ્ઝીએ ત્રણ, ઑટેનિલ બાર્ટમેને બે વિકેટ લીધી એ ઉપરાંત ખાસ કરીને ખુદ કૅપ્ટન કેશવ મહારાજ તથા બીજા સ્પિનર પ્રેનેલન સુબ્રાયેનની બે-બે વિકેટને લીધે ન્યૂ ઝીલૅન્ડના બૅટ્સમેનો સસ્તામાં વિકેટ ગુમાવી બેઠા હતા.

ઓપનર ટિમ રૉબિન્સનના 32 રન કિવીઓની ટીમમાં હાઈએસ્ટ હતા.