Wed Aug 26 2026

Logo

ન્યૂ દિલ્હી-ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેનમાં આગ: કોઈ જખમી નહીં

2026-02-17 18:58:42
Author: Sapna Desai
ન્યૂ દિલ્હી-ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેનમાં આગ: કોઈ જખમી નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી) 
મુંબઈ
: ન્યૂ દિલ્હી-ચેન્નઈ ગ્રાન્ટ ટ્રન્ક એક્સપ્રેસ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં પહોંચી હતી ત્યારે મંગળવારે વહેલી સવારના અચાનક તેના એક કોચમાં આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે કોઈ પ્રવાસી જખમી થયો નહોતો.

મધ્ય રેલવેના પ્રવક્તા સંજય મુળેના જણાવ્યા મુજબ ટ્રેન નંબર ૧૨૬૧૬ ન્યૂ દિલ્હી-ચેન્નઈ (તંબરમ) ગ્રાન્ટ ટ્રંક એક્સપ્રેસ મંગળવારે સવારના નાગપુરથી નીકળી હતી. ટ્રેન જ્યારે વર્ધાના સિંડી રેલવે સ્ટેશન પાસે પહોંચી હતી ત્યારે ટ્રેનના છેલ્લાં ગાર્ડના કોચમાં સવારના ૧૧.૦૯ વાગે તેમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો.

ટ્રેનને તરત શિંડી-તુળજાપુર સેકશનમાં રોકી દેવામાં આવી હતી અને આગ લાગી હતી એ ડબ્બાને ટ્રેનથી તરત અલગ કરી દેવામાં આવ્યો હતો. ટ્રેનમાં સવાર તમામ પ્રવાસી સહિત કોચ સુરક્ષિત હોવાનું રેલવેએ જણાવ્યું હતું. ડબ્બો છૂટો કર્યા બાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. આગનું ચોક્કસ કારણ તપાસ બાદ જણાઈ આવશે એવું રેલવેએ જણાવ્યું હતું.