Thu Oct 01 2026

Logo

નીટ વિરોધ પ્રદર્શનમાં 12 વર્ષની બાળકીને કોણ લાવ્યું? CJP આયોજકો અને સૌરવ દાસ સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ

2026-08-05 08:42:46
Author: Vimal Prajapati
નીટ વિરોધ પ્રદર્શનમાં 12 વર્ષની બાળકીને કોણ લાવ્યું? CJP આયોજકો અને સૌરવ દાસ સામે POCSO એક્ટ હેઠળ ફરિયાદ

PTI


નવી દિલ્હીઃ નીટ પેપર લીક મામલે દિલ્હીમાં જંતર મંતર પર જે આંદોલન કરવામાં આવ્યું તેના પડઘા આખા દેશમાં પડ્યાં છે. પરંતુ આ આંદોલનની આગેવાની કરના સીજેપી સામે હવે એક નવો પડકાર પ્રકાશમાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વકીલ રિંકી ચટર્જી સિંહે સૌરવ દાસ, અભિજીત દીપકે અને સીજેપીના આયોજકો સામે પોક્સો એક્ટની ધારાઓ અંતર્ગત જીરો એફઆઈઆર દાખલ કરવા માટે ફરિયાદ આપી છે. આ પ્રદર્શન દરમિયાન આ લોકોએ 12 વર્ષની બાળકીને લાવ્યા તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. 

વકીલ રિંકી ચટર્જી સિંહે નોંધાવી ફરિયાદ

અત્રે નોંધનીય છે કે, આ પ્રદર્શન દરમિયાન અનેક લોકો હાજર રહ્યાં હતા. તેમાં એક 12 વર્ષની બાળકોને પ્રદર્શનમાં લાવવવામાં આવી હોવાના આરોપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વકીલ રિંકી ચટર્જી સિંહે કહ્યું કે, જંતર મંતર પર નીટ પેપર લીક મામલે થઈ રહેલા પ્રદર્શન થઈ રહ્યું હતું, ત્યારે લાઠીચાર્જ થયો અને પીએમ મોદી માટે અપશબ્દો પણ બોલવાાં આવ્યાં હતાં. આ બાળકોએ પીએમ મોદીને ગાળો આપી હતી. જો કે,પીએમ મોદીએ તે બાળકોના ભવિષ્યને ધ્યાને રાખી તેમની સામે કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરવામાં આવે તેવું જણાવ્યું હતું. 

અભિજીત અને સૌરવે પીએમ મોદીને માફી માંગવા કહ્યું...

પીએમ મોદીના વીડિયો પછી અભિજીત દીપકે અને સૌરવ દાસે એક વીડિયો શેર કરીને પીએમ મોદીને માંફી માંગવા માટે કહ્યું હતું. આ વીડિયોમાં બંનેએ કહ્યું હતું કે, પ્રદર્શન દરમિયાન પોલીસ 12 વર્ષની બાળકીઓ પર લાઠીચાર્ડ કર્યો અને તેમની સાથે ગેરવર્તન પણ કર્યું હતું. અભિજીત અને સૌરવે 12 વર્ષની બાળકીનો પોતાના વીડિયોમાં ઉલ્લેખ કર્યો તેના કારણે મામલો ગરમાયો છે.

આખરે આટલી નાની બાલકીને પ્રદર્શનમાં કોણ લઈને આવ્યું?

આ જ મુદ્દા પર વકીલ રિંકી ચટર્જી સિંહે સવાલ ઉઠાવ્યો છે કે, આખરે આટલી નાની બાલકીને પ્રદર્શનમાં કોણ લઈને આવ્યું? આટલી નાની ઉંમરના બાળકોને સુરક્ષા અને સંભાળની જરૂર હોય છે, જેથી આ મામલે હવે આયોજકો સામે પોક્સો એક્ટની કલમ 13,14 અને 15 સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ 153 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદ સાથે વકીલ રિંકી ચટર્જી સિંહએ એવો પણ સવાલ કર્યો છે કે, આ પ્રદર્શન માટે રૂપિયા ક્યાંથી આવ્યાં? કોણ આ આંદોલનને ફંડ આપી રહ્યું હતું? હવે જોવાનું એ છે કે, આ મામલે કેવા પગલા લેવામાં આવે છે!