Mon Oct 05 2026

Logo

NEET પેપર લીક કેસની સુનાવણી દરમિયાન કોર્ટ વકીલોને ફટકાર લગાવી, કહ્યું દરેક મિનિટ મહત્વપૂર્ણ

2026-08-06 16:39:00
Author: Chandrakant Kanoja
NEET પેપર લીક કેસની સુનાવણી દરમિયાન કોર્ટ વકીલોને ફટકાર લગાવી, કહ્યું દરેક મિનિટ મહત્વપૂર્ણ

નવી દિલ્હી: NEET UG 2026 પેપર લીક કેસની સુનાવણી દરમિયાન દિલ્હીની ફાસ્ટ ટ્રેક કોર્ટે બચાવ પક્ષના વકીલોને કોર્ટમાં સમયસર ન પહોંચવા બદલ ફટકાર લગાવી છે. અદાલતે તમામ વકીલોને કોર્ટ શરૂ થતાં જ હાજર રહેવા અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

આ સમગ્ર કેસની વિગત મુજબ કોર્ટમાં  કેટલાક બચાવ પક્ષના વકીલો સવારે 10.00  વાગ્યે સમયસર ન પહોંચ્યા ન હતા. કોર્ટે બધા વકીલોને દરરોજ સમયસર હાજર રહેવા અને ભવિષ્યમાં કોઈપણ વિલંબ ટાળવા માટે નિર્દેશ આપ્યો હતો.

દરેક મિનિટ મહત્વપૂર્ણ 

રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ અજય ગુપ્તાએ કહ્યું  મારી ચિંતા સમજો. અહીં દરેક મિનિટ મહત્વપૂર્ણ છે. જ્યારે હું આ કેસની સુનાવણી પહેલા કરી રહ્યો હતો, ત્યારે તેના ઝડપી નિકાલ માટે કોઈ નિર્દેશો નહોતા.

બધાએ સવારે 10.00 વાગ્યે કોર્ટમાં હાજર રહેવું 

તેમણે વધુમાં ઉમેર્યું, તમારે બધાએ સવારે 10.00 વાગ્યે કોર્ટમાં હાજર રહેવું જોઈએ. આજે  હું સુનાવણી સવારે 11.00 વાગ્યા સુધી મુલતવી રાખી રહ્યો છું, પરંતુ  દરરોજ સવારે 10.00 વાગ્યે સમયસર પહોંચો. આ રીતે બધુ ચાલી શકે નહીં.