Fri Sep 11 2026

Logo

મહારાષ્ટ્ર સરકારનો નવો નિયમ ગેરબંધારણીય: NCP (SP)નો આક્ષેપ

2026-05-21 19:56:39
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્ર સરકારનો નવો નિયમ ગેરબંધારણીય: NCP (SP)નો આક્ષેપ

મુંબઈ: શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી)એ મહારાષ્ટ્ર સરકાર પર એક ગેરબંધારણીય નિયમ લાવવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ નિયમ પછાત વર્ગો, આદિવાસી સમુદાયો, ઓબીસી અને લઘુમતીઓના ઉમેદવારોને શિક્ષણ અને સરકારી નોકરીઓથી વંચિત રાખશે.

અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા એનસીપી (એસપી)ના પ્રવક્તા મહેશ તાપસેએ જણાવ્યું હતું કે બંધારણ પછાત વર્ગો અને આદિવાસીઓ માટે શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામતની જોગવાઈ કરે છે. 

જોકે, રાજ્ય સરકારે એક વિચિત્ર નિયમ બનાવી અનામત શ્રેણીના ઉમેદવારોને કોઈપણ અનામત સંબંધિત છૂટછાટ મેળવતા ઓપન મેરિટ શ્રેણી હેઠળ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેઓ સામાન્ય શ્રેણીના કટ-ઓફથી ઉપર હોય તો પણ નહીં. 

જો આવા વિદ્યાર્થીઓ કે ઉમેદવારો મેરિટના આધારે ગુણ મેળવે અને ઓપન કેટેગરીમાં લાયક બને તો પણ તેમને ફક્ત અનામત કેટેગરી ક્વોટા હેઠળ જ પ્રવેશ કે નોકરી લેવાની ફરજ પાડવામાં આવશે. તેમને ઓપન મેરિટનો લાભ મળશે નહીં. આ સંપૂર્ણપણે ગેરબંધારણીય નિર્ણય છે.'

તેમણે ન્યાયમૂર્તિ નરસિંહા અને ન્યાયમૂર્તિ  પારડીવાલાના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં જણાવાયું હતું કે અનામત શ્રેણીના મેરીટરી વિદ્યાર્થીઓ કે જેમના સ્કોર ઓપન કેટેગરી કટ-ઓફથી ઉપર છે તેમને સામાન્ય મેરીટ ઉમેદવારો તરીકે ગણવામાં આવશે, ભલે તેઓએ અનામતનો લાભ લીધો હોય.
 (પીટીઆઈ)