Sat Sep 12 2026

Logo

નાંદેડમાં માતાની હત્યા કરવા બદલ પુત્રને આજીવન કારાવાસ

2026-07-30 17:57:54
Author: Yogesh D. Patel
નાંદેડમાં માતાની હત્યા કરવા બદલ પુત્રને આજીવન કારાવાસ

નાંદેડ: નાંદેડના કંધાર ખાતેની સેશન્સ કોર્ટે માતાની હત્યાના કેસમાં પુત્રને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

માલકોલી પોલીસ સ્ટેશનની હદમાં બેલાવડી ગામમાં 24 ઑક્ટોબર, 2023ના રોજ ઘરેલું વિવાદને લઇ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માતાની હત્યા કરવા બદલ આરોપી નૃસિંહ બાલાજી કેન્દ્રને દોષી ઠેરવવામાં આવ્યો હતો.

પિતાની ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને એન્જિનિયરિંગની ડ્રિગી ધરાવતા કેન્દ્રેની ધરપકડ કરી હતી. પોલીસે સાક્ષીદારોનાં નિવેદન નોંધ્યાં હતાં, મેડિકલ અને ફોરેન્સિક પુરાવા એકઠા કર્યા હતા. ગુનામાં વપરાયેલું શસ્ત્ર જપ્ત કર્યું હતું અને નિર્ધારિત સમયમાં આરોપનામું દાખલ કર્યું હતું.

દરમિયાન કોર્ટે કેન્દ્રેને હત્યા બદલ દોષી ઠેરવ્યો હતો અને ગુરુવારે તેને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

(પીટીઆઇ)