Mon Oct 12 2026

Logo

નાંદેડ જેલના અન્ડરટ્રાયલ કેદીઓને અપાયા ખેડૂત ઓળખ કાર્ડ: પરિવારોને મળશે સરકારી યોજનાઓનો લાભ

2026-10-12 16:41:48
Author: Mumbai Samachar Team
નાંદેડ જેલના અન્ડરટ્રાયલ કેદીઓને અપાયા ખેડૂત ઓળખ કાર્ડ: પરિવારોને મળશે સરકારી યોજનાઓનો લાભ

મુંબઈઃ મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત નાંદેડ જિલ્લાના અધિકારીઓએ એક પ્રશંસનીય કામગીરી કરતા જેલમાં બંધ વિચારાધીન કેદીઓ (અંડરટ્રાયલ્સ) માટે ખેડૂત ઓળખ કાર્ડ બનાવવાની વ્યવસ્થા કરી છે, જેથી તેમના પરિવારો સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. શનિવારે નાંદેડ જિલ્લા જેલમાં આયોજિત એક વિશેષ શિબિર દરમિયાન આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૪૨ વિચારાધીન કેદીઓ માટે ખેડૂત ઓળખ કાર્ડ બનાવવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ૨૬ કેદીઓ માટે લોન માફી યોજનાના સંદર્ભમાં ઈ-કેવાયસી અપડેટ કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારની 'એગ્રીસ્ટેક' પહેલ હેઠળ તૈયાર કરાયેલા આ ખેડૂત ઓળખ કાર્ડથી 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ', પાક વીમો, પાક ધિરાણ, લોન માફી અને કૃષિ સબસિડીના વિવિધ કાર્યક્રમો જેવી યોજનાઓ હેઠળ મળવાપાત્ર લાભો મેળવવાની પ્રક્રિયા સરળ બનશે તેવી અપેક્ષા છે. 

તેમણે ઉમેર્યું હતું કે, આ પહેલનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે પરિવારના મુખ્ય કમાનાર સભ્યની ગેરહાજરી હોવા છતાં વિચારાધીન કેદીઓના પરિવારો કલ્યાણકારી યોજનાઓ અને ખેતીની પ્રવૃત્તિઓનો લાભ મેળવવાનું ચાલુ રાખી શકે. નોંધનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે નાંદેડ જિલ્લાના ૧૬માંથી ૧૪ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે.