Sun Sep 06 2026

Logo

મુંબઈ અને કલ્યાણમાં શરમજનક ઘટના: નાળા સફાઈ માટે બાળકો પાસે કરાવાઈ મજૂરી, જુઓ વાયરલ તસવીરો

2026-06-05 20:12:59
Author: Mumbai Samachar Team
મુંબઈ અને કલ્યાણમાં શરમજનક ઘટના: નાળા સફાઈ માટે બાળકો પાસે કરાવાઈ મજૂરી, જુઓ વાયરલ તસવીરો

મુંબઈ: દર વર્ષે ચોમાસા પહેલા નાળાની સાફ-સફાઈ કરવામાં આવે છે અને આ નાળાની સાફ-સફાઈ માટે દર વર્ષે કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડવામાં આવે છે, પરંતુ મુંબઈ સહિત કલ્યાણમાં નાળાની સફાઈ માટે બાળકોનો ઉપયોગ કર્યો હોવાના વીડિયો વાયરલ થયા હતા. 

દર વર્ષે ચોમાસા પહેલા બીએમસી હોય કે કેડીએમસી દ્વારા સાફ-સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. દર વર્ષે નાળાની સાફ-સફાઈ માટે કરોડો રૂપિયાના ટેન્ડર પાસ કરાવવામાં આવતા હોય છે. મોટા કોન્ટ્રાક્ટરોને કામકાજ સોંપવામાં આવતા હોય છે, પણ વાસ્તવિકતા તો અલગ છે. 

તાજેતરમાં જ મુંબઈના વડાલા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી.  જેમાં બીએમસી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સંવેદના પર ગંભીર સવાલો ઊભા થયા હતા, જ્યારે નાળામાં સફાઈ માટે કલ્યાણ પૂર્વમાં નાના બાળક પાસે સફાઈ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. બાળકોને આપેલા ગ્લોવ્ઝ સહિત અન્ય વસ્તુઓ આપવા મુદ્દે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. બાળકો પાસેથી કામ કરવા અંગે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા લોકોએ અપીલ કરી હતી.

મુંબઈના વડાલા વિસ્તારમાં નાળાની સાફસફાઈ માટે કથિત બીએમસી કોન્ટ્રાક્ટ દ્વારા બાળ મજૂરોનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. નાળાની સાફસફાઈ માટે દર વર્ષે નાગરિકો કરોડોનો કર ચૂકવે છે છતાં બાળકો પાસે મજૂરી કરાવતા હતા. આધુનિક મશીનો અને પ્રશિક્ષિત અને વયસ્ક મજૂરોને સુરક્ષા સાથે સજ્જ કરીને આ કામ કરાવવામાં આવતું  હોય છે પણ વડાલામાં કાયદાઓ ખુલ્લેઆમ મજાક બનાવી દેવામાં આવી હતી. 

શાળાએ જવાની ઉંમરમાં આ બાળકો પાસે કાળી મજૂરી કરાવવામાં આવી હતી. આ બાળકોને કોઈ પણ સુરક્ષા ઉપકારનો ઉપલબ્ધ કરવામાં આવ્યા નહોતા. માસ્ક, હેન્ડ ગ્લોવ્સ વગર જ આ ઝેરીલા ગેસ અને સ્વાસ્થ્ય જોખમી કચરાનો નિકાલ કરવા માટે બાળકોને નાળામાં ઉતારવામાં આવ્યા હતા. 

ભારતમાં બાળ મજૂરી પર પ્રતિબંધ છે આ એક દંડનીય ગુનો છે. નાળાની સાફસફાઈ કરાવવી એ સીધું બાળકોના સ્વાસ્થ્ય માટે ઊભું કરેલું જોખમ છે. આવા જોખમી અને જીવલેણ કામકાજમાં બાળકોને ધકેલવા એ એક કાયદાનો અને માનવાધિકારોનો વિરોધ છે.  બાળકોને ઝેરી ગેસ અને કચરો સીધો તેમના સ્વાસ્થ્ય માટે ખતરો ઊભો કરે છે, જે તેમના માટે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. 
દેશમાં 14 વર્ષથી નીચેની વયના બાળકોને કોઈ પણ દુકાનો, હોટેલ કે ફેક્ટરીમાં કામ કરાવવું એ ગેર-કાયદે છે. આ બાળકોનો પહેલો અધિકાર શિક્ષણ છે. શિક્ષણ સિવાય આ બાળકોને ઘરના નાના મોટા કામકાજ કરવામાં અને બાળ કલાકાર તરીકે કામ કરવુ પ્રતિબંધિત નથી.