મુંબઈઃ મહારાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના કારણે હાઈ એલર્ટ જાહેર કરાયું છે. 4 થી 6 જુલાઈ સુધી મુંબઈ, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિુંધુદુર્ગ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત પુણે, નાસિકમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. પાલઘરમાં સ્કૂલ, કૉલેજ અને આંગણવાડી સહિત તમામ શૈક્ષણિક સંસ્થા બંધ કરવાનો આદેશ અપાયો છે. લોકોને જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. વરસાદને લઈ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. ઉપરાતં હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગ પ્રમાણે, બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ પ્રેશરના કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રમાં સક્રિય થયું છે. જેના કારણે મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. મુંબઈ, પુણે, નાસિક સહિત અનેક શહેરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સ્થિતિમાં તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે. નાગરિકોને કોઈપણ કટોકટીની સ્થિતિમાં BMC-1916, પાલઘર જિલ્લા હેલ્પલાઈન: 02525-297474/+91 8237978873, થાણે નગર નિગમ (ટીએમસી): 022-25364779/022-25301740/+91 9372338827, પનવેલ નગર નિગમ: 022-27458040 /41/42 પર સંપર્ક કરવા જણાવાયું છે.
#WATCH | मुंबई, महाराष्ट्र | शहर के कई हिस्सों में बारिश हुई।
— ANI_HindiNews (@AHindinews) July 4, 2026
वीडियो मरीन ड्राइव से है। pic.twitter.com/P56FS4e6pL
મુંબઈમાં ગત મોડી રાતથી જ વરસાદ પડી રહ્યો છે. બીએમસી મુજબ છેલ્લા 24 કલાકમાં શહેરમાં 97 મિમી વરસાદ નોંધાયો છે. રાત ભર વરસાદ પડ્યો હોવા છતાં મુંબઈ શહેરના મુખ્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા નથી. મુંબઈમાં લોકલ ટ્રેન પણ સમયસર ચાલી રહી છે.
શુક્રવાર રાતથી જ કલ્યાણ-ડોમ્બિવલી, ઉલ્હાસનગર, અંબરનાથ અને બદલાપુર વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સતત પડી રહેલા વરસાદને લીધે કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર વરસાદી પાણી જમા થવાને કારણે વાહનવ્યવહાર પર પણ અસર પડી છે. મુશળધાર વરસાદને ધ્યાનમાં રાખીને સમગ્ર થાણે જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે શનિવારે જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.