Tue Sep 15 2026

Logo

વકીલો હાજર ન રહે તો પ્રતિકૂળ આદેશ ન આપવાની હાઈ કોર્ટની ખાતરી

2026-07-06 18:29:46
Author: Yogesh C. Patel
વકીલો હાજર ન રહે તો પ્રતિકૂળ આદેશ ન આપવાની હાઈ કોર્ટની ખાતરી

મુંબઈ: મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે વકીલો કોર્ટમાં પહોંચી ન શકે તો કોઈ પણ પ્રતિકૂળ આદેશ નહીં આપવામાં આવે, એવી ખાતરી સોમવારે બૉમ્બે હાઈ કોર્ટે આપી હતી.

ભારતીય હવામાન વિભાગે સોમવારે મુંબઈ, થાણે અને રાયગડ જિલ્લાઓ માટે રેડ અલર્ટ જારી કરીને સુસવાટા મારતા પવન સાથે અતિવૃષ્ટિની આગાહી કરી હતી. અત્યાવશ્યક કાર્ય વિના ઘરની બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી હતી. મુશળધાર વરસાદને કરાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ ચેતવણી અપાઈ હતી.

ઍક્ટિંગ ચીફ જસ્ટિસ રવીન્દ્ર ઘુગેએ વકીલોના સંગઠનને ખાતરી આપી હતી કે સોમવારે ધોધમાર વરસાદને કારણે વકીલો કોર્ટમાં હાજર ન રહી શકે તો કોઈ પ્રતિકૂળ અથવા રદબાતલના આદેશ અપાશે નહીં.

મુંબઈની અન્ય બધી હાઈ કોર્ટની બૅન્ચે પણ તેનું પાલન કરવાની ખાતરી આપી છે, એવું અદાલતે જણાવ્યું હતું. (પીટીઆઈ)