મુંબઈ: મુંબઈમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર અને IAS અધિકારી તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળ જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન ઔષધ ઉત્પાદન અને વેચાણ એકમો પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આ ત્રણ મહિના દરમિયાન વિભાગે કુલ 2,902 નિરીક્ષણો કરીને નિયમોનું ઉલ્લંઘન કરતી 880 કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી છે.
આઇએએસ તુકારામ મુંઢેના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટેશન (એફડીએ) દ્વારા આ વર્ષે જૂનથી ઓગસ્ટ વચ્ચે દવા બનાવવા અને વેચાણથી જોડાયેલી 880 કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. એફડીએએ આશરે 11.41 કરોડ રૂપિયાની ગેરકાયદે દવાઓ અને સૌંદર્ય પ્રસાધનો જપ્ત કર્યા હતા.
प्रिती झिंटाच्या T-Shirt वर Team Tukaram Mundhe | Preity Zinta Viral Video#PreityZinta #TukaramMundhe #TeamTukaramMundhe #ViralVideo #SocialMedia #MaharashtraNews #PreityZintaViral #तुकाराममुंढे #प्रितीझिंटा #व्हायरलव्हिडीओ pic.twitter.com/5YWumNt5Of
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) September 7, 2026
એફડીએની કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લાઇસન્સ રદ્દ કરવામાં આવ્યા હતા. એફડીએ તરફથી જાહેર કરાયેલી માહિતી અનુસાર ત્રણ મહિના દરમિયાન કુલ 2,902 નિરીક્ષણ કરવામાં આવ્યા હતા, જેમાં 607 પ્રોડ્કશન યુનિટ અને 2,295 વેચાણ કેન્દ્રોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન જોવા મળતા સંબધિત કંપનીઓ અને એકમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
677 લાઇસન્સ રદ્દ
એફડીએએ જણાવ્યું કે કાર્યવાહીના પરિણામસ્વરૂપ 677 લાઇસન્સ સ્થગિત કરવામાં આવ્યા હતા, જયારે 203 રદ્દ કરવામાં આવ્યા હતા. આ સિવાય ગેરકાયદે દવાઓ અને સૌંદર્ય પ્રાધનોથી જોડાયેલા મામલાઓમાં 104 શોધ અને જપ્ત અભિયાન ચલાવવામાં આવ્યા હતા. એફડીએનાં જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન 140 ઉત્પાદન એકમોના લાઈન્સન્સ ધરાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજી તરફ 740 વેચાણ એકમો વિરુદ્ધ પણ કાયદેસર પગલાં ઉઠાવવામાં આવ્યા હતા. વિભાગે આ સમયગાળામાં 11.41 કરોડ રૂપિયાની ગેરકાયદેસર દવાઓ અને સૌંદર્ય પ્રસાધનો જપ્ત કર્યા હતા. ગયા નાણાકીય વર્ષ દરમિયાન જપ્ત સામગ્રીનું મૂલ્ય 13.64 કરોડ રૂપિયા હતું.
Tukaram Mundhe on FDA New Rules : महाप्रसाद, भंडारा, लंगरवर आता एफडीएची नजर, नवी नियमावली#Mahaprasad #Bhandara #FoodSafety #FDA #Maharashtra #FoodHygiene #MarathiNews #MaharashtraNews pic.twitter.com/xbqFcUGbzl
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) September 4, 2026
મુંઢેએ શું જણાવ્યું?
એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ કહ્યું કે નાગરિકોને સુરક્ષિત, ગુણવત્તાયુક્ત અને નિયામકીય ધોરણોના અનુરૂપ દવાઓ ઉપલબ્ધ કરાવવા વિભાગની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે દવાઓના નિર્માણથી લઈને અંતિમ વેચાણ સુધી દરેક સ્તરે અસરકારક નિરીક્ષણ સુનિશ્ચિત કરવા માટે નિરીક્ષણ પ્રક્રિયાને ઝડપી બનાવાવમાં આવી છે. વિભાગ ગેરકાયદે અને નિયમોનું ઉલ્લંઘન કરતી દવાઓના વેચાણ અને ઉત્પાદન વિરુદ્ધ કડક વલણ અપનાવી રહ્યું છે. આવનારા સમયમાં પણ આવ એકમો વિરુદ્ધ તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે.