Thu Jul 23 2026

Logo

પાંચ મહિનામાં સાયબર ફ્રોડમાં ગુમાવેલા 101 કરોડ રૂપિયા પોલીસે બચાવ્યા

2026-05-20 20:29:35
Author: Yogesh C. Patel
Article Image

Ai Generated Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
સાયબર ગુનેગારોએ વિવિધ પ્રકારના સાયબર ફ્રોડમાં નાગરિકો પાસેથી પડાવેલી રકમમાંથી છેલ્લા પાંચ મહિનામાં 101 કરોડ રૂપિયા બચાવવામાં સાયબર પોલીસને સફળતા મળી હતી. સાયબર ગુનેગારીનું પ્રમાણ વધતાં છેતરાયેલા નાગરિકોનાં નાણાં બચાવવાને ઇરાદે મુંબઈ પોલીસ દ્વારા મે, 2022માં હેલ્પલાઈન નંબર 1930 શરૂ કરવામાં આવી હતી. આ હેલ્પલાઈનનો મુખ્ય ઉદ્દેશ સાયબર ફ્રોડમાં છેતરાયેલા નાગરિકોનાં વધુમાં વધુ નાણાં બચાવવાનો હતો.

વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ જાન્યુઆરી, 2026થી 19 મે, 2026 દરમિયાન હેલ્પલાઈનના અધિકારીઓને સાયબર ફ્રોડમાં નાણાં ગુમાવ્યાના 2,55,092 કૉલ્સ આવ્યા હતા. આમાંથી 30,302 મામલામાં વિવિધ બૅન્ક ખાતાઓમાં રૂપિયા 101,39,06,556 રૂપિયા અટકાવી દેવામાં અધિકારીઓને સફળતા મળી હતી.

શૅર ટ્રેડિંગ-ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ, ઑનલાઈન ટાસ્ક, જૉબ ફ્રોડ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ ફ્રોડ સહિત વિવિધ રીતે છેતરીને નાગરિકોને ઑનલાઈન નાણાં ટ્રાન્સફર કરવાની ફરજ પાડવામાં આવે છે. હેલ્પલાઈન નંબર પર કૉલ આવતાં જ અધિકારીઓ તાત્કાલિક સંબંધિત બૅન્ક, વૉલેટ, મર્ચન્ટ, પેમેન્ટ ગેટવેના નોડલ અધિકારીનો સંપર્ક સાધીને રૂપિયા સીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરે છે. મે, 2022થી અત્યાર સુધીમાં 491 કરોડથી વધુની રકમ બચાવવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.