Mon Jul 27 2026

Logo

દૂધ બાદ હવે CNGના ભાવ વધ્યા, જાણો કેટલો થયો વધારો

2026-05-14 10:26:00
Author: Mayur Patel
Article Image

મુંબઈમાં સીએનજીના ભાવમાં અચાનક 2 રૂપિયાનો વધારો થયો છે. મહાનગર ગેસ લિમિટેડ 1 કિલો સીએનજીની કિંમત 82 રૂપિયાથી વધારીને 84 રૂપિયા કરી નાખી છે.

મુંબઈઃ આમ આદમીને મોંઘવારીને વધુ એક ઝટકો લાગ્યો છે. દૂધ બાદ હવે સીએનજીની કિંમતમાં વધારો થયો છે. મુંબઈમાં સીએનજી કિંમતમાં 2 રૂપિયાનો વધારો થયો છે. મહાનગર ગેસ લિમિટેડ 1 કિલો સીએનજીની કિંમત 82 રૂપિયાથી વધારીને 84 રૂપિયા કરી છે. નવો ભાવ વધારો આજથી જ લાગુ થયો છે.

કંપનીએ શું કહ્યું

મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં વધારા પાછળનું કારણ આપતાં જણાવ્યું કે, કિંમતમાં વધારો પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષના કારણે ઉભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિના કારણે કરવામાં આવ્યો છે. ગેસ ખરીદીના ખર્ચમાં વધારો, ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો, રૂપિયાનું ધોવાણ અને સપ્લાય ચેનમાં અવરોધ સામેલ છે. 

થોડા દિવસ પહેલાં  મહાનગર ગેસ લિમિટેડે માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા હતા. આમાં કંપનીનું પ્રદર્શન દબાણમાં રહ્યું હતું. નફો, EBITDA અને માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે રેવન્યૂ લગભગ સ્થિર રહી હતી. જો કે, ખોટ થઈ હોવા છતાય કંપનીએ રોકાણકારો માટે ડિવિડન્ડની જાહેરાત કરી હતી. મહાનગર ગેસે FY26 માટે 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા દરેક શેર પર 18 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. આ પહેલા ફેબ્રુઆરીમાં 12 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું હતું.